Saraswati Taluka Panchayat Elections: સરસ્વતી તાલુકા પંચાયતમાં કેટલી બેઠકોની કરાઈ અનામત ફાળવણી? જાણો વિગતવાર

અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત આદિજાતિ માટે 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 6 અને સામાન્ય ( બિન અનામત) માટે 15 બેઠકો ફાળવવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 05 Dec 2025 07:02 PM (IST)Updated: Fri 05 Dec 2025 07:02 PM (IST)
saraswati-taluka-panchayat-elections-how-many-reserved-seat-allocation-full-details-inside-650287

Taluka Panchayat Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 4 ડિસબર 2025ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફકેશન અનુસાર સરસ્વતી તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો આ તાલુકા પંચાયતમાં કુલ 24 બેઠકો છે. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત આદિજાતિ માટે 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 6 અને સામાન્ય ( બિન અનામત) માટે 15 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાંથી મહિલાઓ માટે અનુસૂચિત જાતિમાં 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 3 અને સામાન્યમાં 8 બેઠકો અનામત રાખવામાં આવી છે.

સરસ્વતી તાલુકા પંચાયત ચૂંટણી માટે કેટલી બેઠકો અનામત જાહેર?

મતદાર મંડળનું નામફાળવવામાં આવેલી બેઠક
અબલૌવાસામાન્ય ( બિન અનામત)
અધારસામાન્ય ( બિન અનામત)
અજીમણાસામાન્ય સ્ત્રી 
અમરપુરાસામાન્ય સ્ત્રી 
ભાટસણઅનુસૂચિત જાતિ
ભીલવણસા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
ચારુપસા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
કોનાસણસા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
કાંસાઅનુસૂચિત જાતિ સ્ત્રી
ખારેડાસા.શૈ.પછાત વર્ગ
ખોડાણાસા.શૈ.પછાત વર્ગ
કિમ્બુવાસા.શૈ.પછાત વર્ગ
કોઇટાસામાન્ય સ્ત્રી 
લક્ષ્મીપુરાઅનુસૂચિત આદિજાતિ
મેસરસામાન્ય સ્ત્રી 
નાયતાસામાન્ય ( બિન અનામત)
ઓઢવાસામાન્ય ( બિન અનામત)
સાંપ્રાસામાન્ય ( બિન અનામત)
સરીયદસામાન્ય સ્ત્રી 
ઉદરાસામાન્ય ( બિન અનામત)
વાગડોદસામાન્ય સ્ત્રી 
વામૈયાસામાન્ય ( બિન અનામત)
વાયડસામાન્ય સ્ત્રી 
વેલોડા(નાના-મોટા)સામાન્ય સ્ત્રી