પોરબંદરવાસીઓ માટે ખુશખબર: મુંબઈ-અમદાવાદ માટે 72-સીટર ફ્લાઈટનો પ્રારંભ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ અને ભાડાની વિગત

એલાયન્સ એર દ્વારા મુંબઈ-પોરબંદર-કેશોદ-અમદાવાદ અને પરત રૂટ પર ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનો સીધો લાભ પોરબંદરના નાગરિકોને થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 28 Jun 2026 11:57 AM (IST)Updated: Sun, 28 Jun 2026 11:57 AM (IST)
alliance-air-restarts-mumbai-porbandar-keshod-ahmedabad-flight-schedule-and-fare

Mumbai-Porbandar-Keshod-Ahmedabad air service: પોરબંદરના નાગરીકો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. એલાયન્સ એર (Alliance Air) દ્વારા મુંબઈ-પોરબંદર-કેશોદ-અમદાવાદ અને પરત રૂટ પર નવી હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ ફ્લાઈટ એરપોર્ટ પર પહોંચ્યા તેનું વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઈ-પોરબંદર-કેશોદ-અમદાવાદ ફ્લાઈટ

આ નવી સેવા માટે કંપની પોતાના અત્યાધુનિક અને સુવિધાજનક 72-સીટર ATR-72 એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે. આ સીધી અને ઝડપી કનેક્ટિવિટી સ્થાનિક વેપારીઓ, પ્રવાસીઓ અને ઈમરજન્સી મેડિકલ સેવાઓ માટે જતા નાગરિકોને ખૂબ જ મોટો ફાયદો કરાવશે.

નવી ફ્લાઈટનું શિડ્યુલ અને સમયપત્રક

એલાયન્સ એર દ્વારા આપેલી માહિતી મુજબ, આ રૂટ પર ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ એટલે કે દર ગુરુવારે અને શનિવારે ઓપરેટ કરવામાં આવશે.

પોરબંદર-અમદાવાદ ફ્લાઈટનું સમયપત્રક

રૂટ (Route) ઉપડવાનો સમય (Departure) પહોંચવાનો સમય (Arrival) કુલ સમય
પોરબંદર-અમદાવાદ સવારે 09:05 સવારે 10:55 1 કલાક, 50 મિનિટ
અમદાવાદ-પોરબંદર સવારે 11:20 બપોરે 01:10 1 કલાક, 50 મિનિટ

પોરબંદર-મુંબઈ ફ્લાઈટનું સમયપત્રક

રૂટ (Route) ઉપડવાનો સમય (Departure) પહોંચવાનો સમય (Arrival) કુલ સમય
મુંબઈ-પોરબંદર સવારે 07:05 સવારે 08:40 1 કલાક, 35 મિનિટ
પોરબંદરમુંબઈ બપોરે 01:35 બપોરે 03:10 1 કલાક, 35 મિનિટ

મુસાફરોના ખિસ્સા પર ભાર, ભાડામાં વધારો

આ હવાઈ સેવા ફરી શરૂ થવાથી પોરબંદરના નાગરિકોમાં ખૂબ જ આનંદ છે, પરંતુ સાથે જ ફ્લાઈટના ભાડામાં પણ વધારો જોવા મળ્યો છે. કોરોનાકાળ પૂર્વે પોરબંદર-અમદાવાદ ફ્લાઈટનું ભાડું રૂ. 700 થી 3,000 સુધીનું હતું. પરંતુ હવે નવી ફ્લાઈટનું ભાડું રૂ. 3,000 થી 5,000 સુધી ચૂકવવું પડશે.

70 દિવસના અંતરાલ પછી સેવા ફરી શરૂ

આપને જણાવી દઈએ કે, દોઢ માસ પહેલા 18 એપ્રિલના રોજ પોરબંદર-મુંબઈ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, અનેક રજૂઆતો બાદ 70 દિવસના અંતરાલ પછી પોરબંદર એરપોર્ટ પર ફરીથી મુંબઈ માટેની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આ નવી સુવિધાથી પોરબંદરને દેશના મુખ્ય આર્થિક કેન્દ્રો સાથે જોડવામાં મોટી મદદ મળશે.

મહાનુભાવો દ્વારા ભવ્ય યાત્રીઓનું સ્વાગત

નવી ફ્લાઈટ સેવાના પ્રારંભ નિમિત્તે પોરબંદર એરપોર્ટ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, પ્રથમ ફ્લાઈટના યાત્રીઓનું પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.