Gujarat ATS News: દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસાડવાના નશાનો કારોબાર કરનારાઓના મનસૂબાને ફરી એકવાર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. પોરબંદર નજીક ભારતીય જળસીમામાં 200 કિલોના ડ્રગ્સ સાથે એક ફિશિંગ બોટ પકડવામાં આવી છે. આ સંયુક્ત ઓપરેશનમાં બે લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોરબંદર નજીક ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. જેની તલાસી લેતામાં તેમાંથી 200 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું.
In a swift & daring night operation @IndiaCoastGuard in coordination with #ATS #Gujarat intercepted and seized a #Speedboat with two foreign nationals carrying 203 kg of suspected #Narcotics like substance. On being challenged by #ICG ship, the suspect boat attempted to flee… pic.twitter.com/3JGVn7rOye
— Indian Coast Guard (@IndiaCoastGuard) February 17, 2026
આ ફિશિંગ બોટ ઇરાનથી આવી હતી અને ગુજરાત અથવા દેશના અન્ય દરિયાઇ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઉતારવાની યોજના બનાવી રહ્યાં હતા. 200 કિલો ડ્રગ્સના જથ્થા સાથે આ બોટને સીઝ કરવામાં આવી છે. તેમજ ડ્રગ્સ લઇને આવેલા બે લોકોની અટકાયત કરવામાં આવી છે. બન્નેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે સચોટ વિગતો ગુજરાત એટીએસ દ્વારા બપોર પછી જાહેર કરવામાં આવશે.
#WATCH | Ahmedabad | Gujarat ATS DIG Sunil Joshi says, "Gujarat ATS SP KK Patel received information that Haji Fida, a resident of Iran, was planning to send narcotics to some of his smugglers in Punjab. According to this information, the transaction was scheduled to take place… pic.twitter.com/r6pxuhpw0i
— ANI (@ANI) February 17, 2026
પોરબંદર નજીક મોટી માત્રામાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSના DIG સુનીલ જોશીના જણાવ્યા અનુસાર, ATS SP કે.કે. પટેલને ગુપ્ત માહિતી મળી હતી કે ઈરાનનો હાજી ફિદા પંજાબના તસ્કરોને ડ્રગ્સ મોકલવાની ફિરાકમાં છે અને આ સોદો પોરબંદરથી લગભગ 140 નોટિકલ માઈલ દૂર 15-16મીની રાત્રે થવાનો હતો.
આ માહિતીના આધારે ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે કાર્યવાહી કરતા એક નાની સ્પીડબોટને આંતરી હતી. બોટમાંથી અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સો ઝડપાયા હતા, જેમની પાસેથી શંકાસ્પદ સફેદ રસાયણ ધરાવતા 203 પેકેટ અને એક ફોન મળી આવ્યા છે. હાલ આ જથ્થાની FSL તપાસ અને ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, તેમજ ગુજરાતમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
