Porbandar District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 2.34 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, પોરબંદર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
પોરબંદર જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
૧-અડવાણા
6799
6356
13155
2
ર-અમરદડ
6045
5514
11559
3
૩-બખરલા
6926
6254
13180
4
૪-બળેજ
6016
5520
11536
5
પ-ચૌટા
8181
7523
15704
6
૬-દેગામ
6503
5982
12485
7
૭-ફટાણા
6583
6053
12636
8
૮-કડછ
6691
6235
12926
9
૯-ખાગેશ્રી
6200
5441
11641
10
૧૦-ખીરસરા
6779
6003
12782
11
૧૧-કોટડા
8086
7464
15550
12
૧ર-માધવપુર
8146
7407
15553
13
૧૩-મહિયારી
6234
5815
12049
14
૧૪-મોઢવાડા
6332
6006
12338
15
૧પ-ઓડદર
8488
7776
16264
16
૧૬-રાણા કંડોરણા-૧
6808
6267
13075
17
૧૭-રાણા કંડોરણા-ર
5492
4949
10441
18
૧૮-વીસાવાડા
6090
5946
12036
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો