Porbandar: ધરમપુર નજીક ભારતીય નૌસેનાનું UAV ક્રેશ, સુરક્ષા કારણોસર સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો; તપાસના આદેશ

પોરબંદરના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું એક UAV ક્રેશ થયું હતું, જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને નૌસેના દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Jul 2026 05:53 PM (IST)Updated: Wed, 08 Jul 2026 05:54 PM (IST)
porbandar-news-indian-navy-uav-crash-near-dharampur-village

Porbandar: ગુજરાતના પોરબંદરના ધરમપુર ભારતીય નૌસેનાનું એક અનઆર્મ એરિયલ વેહિકલ ગંભીર અકસ્માતનો ભોગ બન્યું હોવાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આ UAV અચાનક ક્રેશ થતાં આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનીના અહેવાલ નથી.

મળતી માહિતી અનુસાર, નૌસેનાનું આ ડ્રોન (UAV) નિયમિત ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ટેકનિકલ કારણોસર કે અન્ય કોઈ અગમ્ય કારણોસર ધરમપુર ગામ પાસેના નેશ વિસ્તારમાં ધરાશાયી થયું હતું. ડ્રોન નીચે પટકાયાના અવાજને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. પોરબંદર નૌસેનાના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અન્ય કોઈ વ્યક્તિ નજીક ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

naidunia_image

સૌથી મહત્વનો સવાલ એ છે કે, અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ UAV કયા કારણોસર ક્રેશ થયું? શું આ ટેકનિકલ ખામી હતી કે પછી હવામાન કે અન્ય કોઈ પરિબળ જવાબદાર છે? આ તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

naidunia_image

નૌસેના દ્વારા આ ઘટના અંગે એક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને નૌસેનાના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા ડ્રોનના કાટમાળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.