પોરબંદરના પ્રવાસીઓ અને વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 1 મહિનાથી બંધ પડેલી વિમાની સેવા આગામી 25 જૂનથી ફરી ધમધમતી થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડલિયાએ જાહેરાત કરી છે કે, પોરબંદરથી મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચે એર ઈન્ડિયાની સબસીડીયરી કંપની 'એલાયન્સ એર' ની સેવા શરુ થશે.
આ સેવા માટે 72 સીટરનું એ.ટી.આર-72 એરક્રાફ્ટ કાર્યરત કરાશે. જે અઠવાડિયામાં બે દિવસ એટલે કે, દર ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે.
| રૂટ (Route) | ઉપડવાનો સમય (Departure) | પહોંચવાનો સમય (Arrival) |
| મુંબઈ થી પોરબંદર | સવારે 07:05 કલાકે | સવારે 08:40 કલાકે |
| પોરબંદર થી કેશોદ | સવારે 09:05 કલાકે | સવારે 09:35 કલાકે |
| કેશોદ થી અમદાવાદ | સવારે 09:35 કલાકે | સવારે 10:55 કલાકે |
| અમદાવાદ થી કેશોદ | સવારે 11:20 કલાકે | બપોરે 12:15 કલાકે |
| કેશોદ થી પોરબંદર | બપોરે 12:40 કલાકે | બપોરે 13:10 કલાકે |
| પોરબંદર થી મુંબઈ | બપોરે 13:10 કલાકે | બપોરે 15:10 કલાકે |
મુસાફરો અને વેપારીઓને શું થશે ફાયદો?
કેન્દ્રીયમંત્રીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,
- સમય અને નાણાંની બચત: મુંબઈ કે અમદાવાદ જવા માટે અત્યાર સુધી બસ કે ટ્રેનમાં થતી 9 કલાકની મુસાફરીમાંથી મુક્તિ મળશે. હવે માત્ર 1.5 કલાકમાં અમદાવાદ પહોંચી શકાશે.
- પ્રવાસને વેગ મળશે: પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદર આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને હવે સીધી એર કને્ક્ટિવિટી મળશે.
- તત્કાલ ઈમરજન્સી સેવા: મેડિકલ ઈમરજન્સી, ઉચ્ચ અભ્યાસ અને રોજિંદા વ્યાપારિક કામકાજસ માટે જતાં લોકોને આ સેવાનો મોટો લાભ મળશે.
ડો. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, પોરબંદર માત્ર ગાંધીજીની જન્મભૂમિ નથી. પરંતુ વિકસિત ભારતની અપાર સંભાવનાઓથી ભરેલું શહેર છે. આ નવી હવાઈ સેવા રોજગારી, વેપારીઓનું નવું બજાર અને પ્રવાસનને નવી ઉંચાઈ આપશે.
