પોરબંદર: પતિએ મેરેજ સર્ટિફિકેટ ન આપતા 20 વર્ષની યુવતીએ કર્યો આપઘાત

પોરબંદર શહેરમાં એક 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધાની ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 27 Jun 2026 08:49 AM (IST)Updated: Sat, 27 Jun 2026 08:49 AM (IST)
porbandar-woman-suicide-after-husband-denies-marriage-certificate-love-marriage-case

Porbandar News: પોરબંદર શહેરમાં એક 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધાની ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. પરણિત યુવતીએ તેના માતા-પિતાની જાણ બહાર પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીના પતિએ તેને મેરેજ સર્ટિફિકેટ ન આપતા તેણે આપઘાત કરી લીધો હતો. તેમજ યુવતીના માતા-પિતાએ તેના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

યુવતીએ માતા-પિતાની જાણ બહાર લગ્ન કર્યા

મળતી માહિતી મુજબ, પોરબંદરમાં સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી અંજલી અશોકભાઈ મોદીએ તેના માતા-પિચાની જાણ બહાર તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક રુષિક ચૌહાણ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બંનેએ લગ્નની નોંધ પોરબંદર મનપાની કચેરી ખાતે 19 જુલાઈ 2025ના રોજ કાયદેસર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું મેરેજ સર્ટિફિકેટ મળ્યુ્ં હતું. આ સર્ટિફિકેટ યુવતીના પતિએ પોતાની પાસે રાખી લીધું હતું.

યુવતીએ પતિ પાસે મેરેજ સર્ટિફિકેટ માંગ્યું

લગ્ન પછી કોઈ કારણોસર યુવતીને મેરેજ સર્ટિફિકેટની જરુરિયાત ઊભી થઈ હતી. તેણે પોતાના પતિ પાસે સર્ટિફિકેટની માંગણી કરી હતી. પરંતુ યુવતીનો પતિએ સર્ટિફિકેટ આપતો નહોતો. આથી યુવતીએ સતત આજીજી કરી છતા તેનો પતિ પિગળ્યો નહી, તેમજ પ્રમાણપત્ર નહીં આપતો નહીં તો આપઘાત કરી લઈશ એવી આજીજી કરીને હાથમાંથી લોહી પડતું હોય તેવો વીડિયો મોકલ્યો હતો.

મેરેજ સર્ટિફિકેટ ન આપતા યુવતીએ આત્મહત્યા કરી

વીડિયો જોવા છતાં પતિને અસર થઈ નહીં. આથી અંજલીએ 23 જૂન 2026ના રોજ બપોરના સમયે પોતાના રુમમાં પંખા સાથે ચૂંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની માતા-પિતાને જાણ થતાં તેમણે અંજલીના પતિ રુષિક વિરુદ્ધ મરવા મજબૂર કરવાની પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.