Rajkot: ગોંડલ નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકની આગામી 26 એપ્રિલના ચૂંટણી યોજાનાર છે, ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપની 20 બેઠકો બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ ભાજપે અડધી જીત હાંસલ કરી લીધી છે.જ્યારે તાલુકા પંચાયતની કુલ 22 પૈકી 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.
ઉમેદવારી પરત ખેંચવાની આજે તારીખ હોય વોર્ડ નંબર-1,વોર્ડ નંબર-6 ,વોર્ડ નંબર-9 તથા વોર્ડ નંબર-11 ની ભાજપ પેનલો બિનહરીફ જાહેર થઈ હતી.જ્યારે વોર્ડ નંબર-2 માં એક બેઠક,નંબર-7 માં બે બેઠકો અને વોર્ડ નંબર-10 માં 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ભાજપના કુલ 20 ઉમેદવારો બીનહરીફ બન્યા છે.
જ્યારે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી દાળીયાની બેઠક પર ભાજપના મંજુલાબેન મનીષભાઈ પીપળીયા બિનહરીફ થયા છે. નગરપાલિકામાં ભાજપના બિનહરીફ થયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર-1 માં રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઇ સિંધવ, મયુરીબેન આચાર્ય, દિપાલીબેન વાડોદરીયાવ વોર્ડ નંબર-2 હર્ષદભાઈ વાઘેલા,વોર્ડ નંબર-7 મનિષાબેન ગોવાણી,પાયલબેન પીપળીયા, વોર્ડ નંબર-9 મિતલબેન નિમાવત (ઘાનાણી)બીનાબેન રોકડ,દિનેશભાઈ ઉમરાણીયા,અશ્વિનભાઈ પાંચાણી.વોર્ડ નંબર-11 આરતીબેન ટોળીયા,કોમલબેન જરેર,જગદીશભાઈ રામાણી તથા નિલેશભાઈ કાપડીયાનો સમાવેશ થાય છે.
