રાજકોટ: આઈસરની અડફેટે બાઈકસવાર 19 વર્ષીય યુવકનું મોત, આજીડેમ ચોકડી નજીક સર્જાયો અકસ્માત

આ બનાવમાં આઈસર ચાલક અને બાઈક પર સવાર અન્ય યુવકનેઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 04:36 PM (IST)Updated: Mon, 23 Nov 2026 04:36 PM (IST)
rajkot-accident-near-aji-dam-chokdi-eicher-truck-hits-bike-college-student-killed

Rajkot Accident News: રાજકોટમાં સર્જાયેલા એક જીવલેણ અકસ્માતમાં નવાગામ દિવેલીયાપરામાં રહેતા 19 વર્ષીય યુવકનું મોત થયું છે. આજીડેમ ચોકડી નજીક આઈસર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માત બાદ આ દુખદ સમાચાર સામે આવ્યા છે. આ બનાવમાં બાઈક સવાર અન્ય યુવક અને આઈસર ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આજીડેમ ચોકડી પાસે સર્જાયો અકસ્માત

આ બનાવની મળતી વિગત અનુસાર, રાજકોટમાં નવાગામ દિવેલીયાપરામાંરહેતા 19 વર્ષીય મેહુલ વિઠ્ઠલભાઈ સિંધવ અને તેનો મિત્ર 19 વર્ષીય મોહિત નારણભાઈ જોગરાણા બાઈક લઈ ગોંડલ ચોકડીથીદિવેલીયાપરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે આજીડેમ ચોકડી પાસે એક આઈસર ટ્રકની અડફેટે બાઈક ચડી જતા અકસ્માત સર્જાયો હતો.

19 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું

આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મેહુલ સિંધવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોહિત જોગરાણા અને આઈસર ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, આ બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ

આજીડેમ પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. વધુમાં, તેના ઈજાગ્રસ્ત મિત્ર અને આઈસર ટ્રકના ચાલકના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ મામલે નોંધ કરી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મેહુલ સિંધવ બે ભાઈ-બે બહેનમાં વચેટ અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે સાથોસાથ ડ્રાઈવિંગનું કામ પણ કરતો હતો. રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી કુરિયરની ગાડી લઈ ગોંડલ ચોકડી ખાતે આવેલી ઓફિસ ખાતે મૂકવા ગયો હતો. જ્યાંથી મિત્ર સાથે બાઈક લઈ પરત ફરતો હતો, ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.