Rajkot: ધોરાજી પાસેનો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા પાંચ દરવાજા ખોલાયાઃ અસરગ્રસ્ત ગામોને અપાયું એલર્ટ

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા પાંચ દરવાજા 1.82 મીટર ખોલવામાં આવ્યા. ધોરાજી, ઉપલેટા અને પોરબંદરના 38 ગામોમાં ફ્લડ એલર્ટ જાહેર કરાયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 24 Jul 2026 03:35 PM (IST)Updated: Fri, 24 Jul 2026 03:35 PM (IST)
rajkot-bhadar-2-dam-five-gates-open-dhoraji-flood-alert-villages
Bhadar-2 Dam Gates Open: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા સવારે 10.45 કલાકે ડેમના પાંચ દરવાજા 1.82 મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે.
 

ધોરાજીના 19 ગામોને ચેતવણી

ધોરાજીના (1) ભોળા, (2) ભલ ગામડા, (3) છાડવાવદર, (4) સુપેડી, ઉપલેટા તાલુકાના (5) ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, (6) ચિખલિયા, (7) સમઢિયાળા, (8) ગણોદ, (9) ભીમોરા, (10) ગઢા, (11) ગાંદોદ, (12) હાડફોડી, (13) ઈસરા, (14) કુંઢેચ,  (15) લાઠ, (16) મેલી (મજેઠી), (17) નિલાખા, (18) તલગાણા, (19) ઉપલેટા

પોરબંદરના  ગામોમાં એલર્ટ જારી

જ્યારે પોરબંદર કુતિયાણાના (1) ભોગસર, (2) બિલડી, (3) ચૌટા, (4) છત્રાવા, (5) કટવાણા, (6) કુતિયાણા, (7) માંડવા, (8) પસવારી, (9) રોઘડા, (10) સેગ્રાસ, (11) થાપડા માણાવદર, (12 ) ચીલોદરા, (13) રોઘડા, (14) વડાસડા, (15) વેકરી પોરબંદર, (16) ચીકાસા, (17) ગારેજ, (18) મિતરાળા, (19) નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
 
ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 52.5 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 43.4 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક 40604 ક્યુસેક છે.