Rajkot News Today Live: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹175 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં 68 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જે પૈકી શહેરના 18 વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે. મહત્વના નિર્ણયોમાં, બગીચાઓની જાળવણીની દરખાસ્તને રિ-ટેન્ડરિંગમાં મોકલવાનો અને વોર્ડ નં. 10માં નવી વોર્ડ ઓફિસના નિર્માણની દરખાસ્તને હાલ પૂરતી પેન્ડિંગ રાખવાનો સમાવેશ થાય છે. ભાજપ શાસકોએ પ્રજાલક્ષી નિર્ણય લેતા પ્રદ્યુમન પાર્કના ટિકિટ દરમાં કોઈ વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે લાયન સફારી પાર્ક પૂર્ણ થયા બાદ તેના પ્રવેશ દર અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, મનપા દ્વારા વિવિધ પ્લોટના ઈ-ઓક્શન અંગેની નીતિ વિષયક દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે.

જંગલેશ્વરમાં આવેલી રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ચિરાગ કિશોરભાઈ જોગવાલી નામના 30 વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે ઉંદર મારવાની ઝેરી ટીકડી ખાઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.સારવારમાં રહેલા ચિરાગે જણાવ્યું હતું કે,તેમનો આશરો છીનવાઈ જશે અને તે હવે ક્યાં રહેવા જશે કોની પાસે મદદ માંગશે તેવા વિચારો આવતા તેમણે કંટાળી આ પગલું ભરી લીધું હતું. આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹175 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં 68 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જે પૈકી શહેરના 18 વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે. મહત્વના નિર્ણયોમાં, બગીચાઓની જાળવણીની દરખાસ્તને રિ-ટેન્ડરિંગમાં મોકલવાનો અને વોર્ડ નં. 10માં નવી વોર્ડ ઓફિસના નિર્માણની દરખાસ્તને હાલ પૂરતી પેન્ડિંગ રાખવાનો સમાવેશ થાય છે. ભાજપ શાસકોએ પ્રજાલક્ષી નિર્ણય લેતા પ્રદ્યુમન પાર્કના ટિકિટ દરમાં કોઈ વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે લાયન સફારી પાર્ક પૂર્ણ થયા બાદ તેના પ્રવેશ દર અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, મનપા દ્વારા વિવિધ પ્લોટના ઈ-ઓક્શન અંગેની નીતિ વિષયક દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આગામી 23 ફેબ્રુઆરીથી યોજાનાર મેગા ડિમોલિશન સામે રહેવાસીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મનપાએ આ વિસ્તારને 2017માં 'સ્લમ નોટિફાઈડ એરિયા' જાહેર કર્યો હોવા છતાં પુનઃવસન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી ન હોવાની ધારદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી છે. 515 પરિવારોએ રોડ કપાત કે વિકાસનો વિરોધ ન હોવાનું જણાવી માત્ર વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી છે, જે અંગે આજે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. બીજી તરફ, તંત્ર દ્વારા સુરક્ષા માટે 4 DCP અને 2000થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એડવાન્સ સિક્યોરિટી એલર્ટ પણ જાહેર કરાયું છે.
ગોંડલ શહેરની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે સિટી એ તથા બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત બાલાશ્રમ પાસે આવેલા ખાડા વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાથોસાથ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આશાપુરા ચોકડી પાસે ડ્રોન કેમેરાની મદદથી ટ્રાફિકનું નિરીક્ષણ અને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.
ગોંડલ શહેરની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે સિટી એ તથા બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત બાલાશ્રમ પાસે આવેલા ખાડા વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાથોસાથ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આશાપુરા ચોકડી પાસે ડ્રોન કેમેરાની મદદથી ટ્રાફિકનું નિરીક્ષણ અને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.