UpdatedIST

LIVE BLOG

Rajkot News Live: આજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન, પોલીસ  અને મનપાના કર્મીઓ પહોંચ્યા

રાજકોટ શહેર અને જિલ્લામાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો…

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 23 Feb 2026 06:00 AM (IST)Updated: Mon 23 Feb 2026 08:10 AM (IST)
rajkot-breaking-news-today-live-updates-latest-news-today-in-gujarati-23-february-2026-lb-696873

Rajkot News Today Live: જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે શેઠ હાઇસ્કૂલ ખાતેથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને મનપાના કર્મચારીઓની ટીમો રવાના થઈ છે. આ ટીમો સિટી બસો સહિતના વાહનોમાં સવાર થઈને નીકળી છે. કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને પાણી અને કેળાનો જથ્થો પણ સાથે આપવામાં આવ્યો છે, જેથી તેઓ કાર્ય દરમિયાન આરામથી કામ કરી શકે.

23-Feb-2026, 08:10:09 AMપોલીસ  અને મનપાના કર્મીઓ પહોચ્યા

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે શેઠ હાઇસ્કૂલ ખાતેથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને મનપાના કર્મચારીઓની ટીમો રવાના થઈ છે. આ ટીમો સિટી બસો સહિતના વાહનોમાં સવાર થઈને નીકળી છે. કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને પાણી અને કેળાનો જથ્થો પણ સાથે આપવામાં આવ્યો છે, જેથી તેઓ કાર્ય દરમિયાન આરામથી કામ કરી શકે.

23-Feb-2026, 06:00:00 AMઆજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન

આજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ સંદર્ભે રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પર જંગલેશ્વર ડિમોલિશન અંગે ખોટી અફવાઓ કે આપત્તિજનક ટિપ્પણીઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરીંગ કરવામાં આવશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.