Rajkot News: લોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયા, એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા 4 શખ્સોની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય એસઓજીના પી.આઈ એફ.એ.પારગી અને તેમની ટીમે લોધિકાના ત્રણ કારખાનામાં દરોડા પાડ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 18 Mar 2026 05:55 PM (IST)Updated: Wed 18 Mar 2026 05:55 PM (IST)
rajkot-news-fake-pesticide-factories-busted-in-lodhika-4-arrested-710768

Rajkot News: રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી અને વિરવાના ત્રણ કારખાનાઓમાંથી ખેતીવાડીની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાના કારખાના ઉપર ગ્રામ્ય એસ.ઓ.જીએ દરોડો પાડી એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા ચાર શખ્સોની ધરપકડ કરી રૂ..25 લાખથી વધુની કીમતની નકલી જંતુનાશક દવાનો જથ્થો કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં ખેતીવાડીની ગેરકાયદેસર ડુપ્લીકેટ રાસાયણીક દવાઓનું વેચાણ થતું હોવાની માહિતીએના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીના પી.આઈ એફ.એ.પારગી અને તેમની ટીમે લોધિકાના ત્રણ કારખાનામાં દરોડા પાડ્યા હતા.

લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ત્રણ કારખાનાઓ માંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) કંપનીની ડુપ્લીકેટ જતુનાશક દવાઓ બનાવતા કારખાના ઉપર પડેલા દરોડામાં એડીકોન પેસ્ટીસાઇડસ પ્રા.લી. તથા શકિત કેમીકલ તથા ગ્રીન ભારત કેમીકલ પ્રા.લી માંથી અલગ અલગ ટેકનીકલ તથા ક્ધટેન્ટ વાળી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.

આ દરોડામાં એડીકોન પેસ્ટીસાઇડસ પ્રા.લી. માખાવડ તા.લોધીકામાં ડુપ્લીકેટ રાસાયણીક દવાઓનું કારખાનું ચલાવતા રાજકોટ રહેતા બી.એસ.સી. એગ્રીકલ્ચરનો અભ્યાસ કરતા ધુવભાઇ રસીકભાઇ પટોડીયા (ઉ.વ.27)ને ત્યાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની જજ્ઞમશીળ ફભશરહીજ્ઞરિયક્ષ 16.5 %+ ઈજ્ઞહમશક્ષફરજ્ઞા-ાજ્ઞિાફલિુહ 8% ઊઈ ટેકનીકલ ક્ધટેન્ટ વાળી ડુપ્લીકેટ દવાઓનો જથ્થાની કિ.રૂ..1,95,750 મળી આવ્યો હતો.

બીજા દરોડામાં એમ.એસ.સી.કેમીકલનો અભ્યાસ કરતા રાજકોટ રહેતા વિરવામાં શકિત કેમીકલ નામનું કારખાનું ચલાવતા ધવલભાઇ ગોરધનભાઇ કોરાટ (ઉ.વ.28) ને ત્યાંથી રૂ..14.10 લાખની દવા કબજે કરી હતી. ત્રીજા દરોડામાં લોધીકાના રાવકીમાં ગ્રીન ભારત કેમીકલ નામનું કારખાનું ચલાવતા ડીપ્લોમાં એગ્રીકલ્ચરનો અભ્યાસ કરતા સાહીલભાઇ સુરેશભાઇ ટીબડીયા (ઉ.વ.30) અને ડીપ્લોમાં કેમીકલના વિધાર્થી કશ્યપભાઇ મગનભાઇ આકોલીયા ની ધરપકડ કરી ત્યાંથી રૂ..9,02,050નો મુદ્દામાલ ક્બ્જ્ર કર્યો હતો.

રાજકોટ રેજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરન સુચનાથી ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી પીએસઆઈ જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી તથા વિજયભાઇ વેગડ,ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, પીયુષભાઇ અધેરા,વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઇ ધાધલ, ચીરાગ કોઠીવાર,વિપુલભાઇ ગોહિલ, પુથ્વીરાજસિંહ ડોડીયા,નરશીભાઇ બાવળીયા તથા લોધીકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા કામગીરી કરવામાં આવી હતી.