UpdatedIST

Rajkot: કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવકનો આપઘાતનો પ્રયાસ, વીડિયોમાં વ્યથા ઠાલવી ફિનાઈલ ગટગટાવ્યું

ઈન્દ્રભારતી બાપુના સમર્થનનો વીડિયો ડિલિટ નહીં કરે તો જાનથી મારી નાંખીશું. કીર્તિ પટેલ સહિત 5 જણાએ રૂ. 20 લાખ માંગ્યા, જો નહીં આપે તો દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 05:21 PM (IST)Updated: Sat 21 Feb 2026 05:21 PM (IST)
rajkot-news-influencer-kirti-patel-accused-of-%e2%82%b920-lakh-extortion-youth-attempts-suicide-696229
HIGHLIGHTS
  • યુવકે ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવ્યો હતો
  • હાલ યુવક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Rajkot: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને વિવાદોનો પર્યાય બનેલી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. જૂનાગઢ ભવનાથ મેળામાં મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યા બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે.

ઇન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર જૂનાગઢના 27 વર્ષીય યુવક અફજાન કાળાભાઈ સીદાને કીર્તિ પટેલ અને તેના સાગરિતોએ રૂપિયા 20 લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે હતાશ યુવકે જેતપુરમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે.

20 લાખ રૂપિયા ના આપે તો દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દઈશ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કીર્તિ પટેલે સાધુ-સંતોના વિરુદ્ધ વીડિયો બનાવ્યો હતો. જેના વિરોધમાં અફજાન સીદાએ પણ ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

આ બાબતનો ખાર રાખીને કીર્તિ પટેલ ઉપરાંત જૂનાગઢની દિવ્યા સાવલા, જયપાલસિંહ, સુરતનો હનુ રાણા ચાવડા તેમજ વિરમ મેવાડાએ અફજાનને ફોન કરીને વીડિયો ડિલિટ કરી નાંખવા ધમકી આપી હતી.

આટલું જ નહીં, આરોપીઓએ અફજાન પાસેથી 20 લાખ રૂપિયા માંગ્યા હતો. જો રૂપિયા નહીં આપે, તો દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આરોપીઓ તરફથી સતત મળતી ધમકીથી ડરી ગયેલા અફજાને પ્રથમ જૂનાગઢમાં પોતાના ઘરે અને ત્યાર બાદ જેતપુર રેલવે પુલ પાસે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અફજાને ફિનાઈલ ગટગટાવતા પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા કીર્તિ પટેલ સહિતના આરોપીઓ દ્વારા મળતા ત્રાસની કેફિયત રજૂ કરી હતી. હાલ જેતપુરની સરકારી હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે.