Rajkot News: ગુજરાતનું એક એવું ગામ 'રાજ સમઢીયાળા', જ્યાં ભારતની આઝાદી પછી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામના લોકો સર્વાનુમતે સરપંચને ચૂંટે છે. કોઈએ ક્યારેય FIR દાખલ કરી નથી. મહાત્મા ગાંધીએ જે ગ્રામ સ્વરાજનું સ્વપ્ન દેખાડ્યું હતું. રાજકોટનું રાજ સમઢીયાળા ગામ તેને સાકાર કરતું નજરે પડે છે.
સ્વચ્છતા, પર્યાવરણીય જાગૃતિ અને સરકારી ભંડોળ અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ પ્રત્યે પ્રતિબદ્ધતાથી પ્રેરિત આ ગામને રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત 11 સમ્માન પ્રાપ્ત થયા છેય. સરપંચ હરદેવસિંહ જાડેજા આશરે 4 દાયકાથી વધુ સમયથી તેનું સંવર્ધન કરવા પ્રેરિત છે.

ગામમાં સુધાર અને અનુશાસન માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે.જેનો ભંગ કરવા પર દંડ પણ કરવામાં આવે છે. જાહેરમાં કચરો ફેંલાવો, મતદાન નહીં કરવા, વૃક્ષો અને વનસ્પતિને નુકસાન પહોંચાડવું, ગુટખા કે દારુનું સેવન કરવું, જાહેર સ્થળોએ અપશબ્દોનો ઉપયોગ કરવો, સરકારી જમીન પર અતિક્રમણ કરવું, અથવા લોક અદાલત જાણ કર્યા વિના પોલીસ ફરિયાદ નોંધાવવી જેવા ગુનાઓ માટે દંડની જોગવાઈઓ અસ્તિત્વમાં છે.
સરપંચ જાડેજા જણાવે છે કે, આઝાદી પછી ગામમાં સમરસતા જળવાઈ રહે તે માટે લોક અદાલતની રચના કરવામાં આવી હતી. કોઈપણ વિવાદની સ્થિતિમાં, મામલો સૌપ્રથમ તેની સમક્ષ લાવવામાં આવે છે. 1983થી, તમામ પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પરિણામે, ગામમાં સતત 95 ટકાથી વધુ મતદાન નોંધાયા છે. ગામની અંદર વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની દેખરેખ અને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. નાની છોકરીઓની સુરક્ષા કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને માદક દ્રવ્યોના વેચાણ અને ખરીદી પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
દિકરીઓના જન્મ પર વૃક્ષોની વાવણી
ગામના સપાટ અને પહોળા રસ્તાઓ, ગટરની સુવિધા, સીસીટીવીથી દેખરેખ અને સ્વચ્છતા તેની લીલીછમ હરિયાળી સાથે તેને એક આદર્શ ગામ બનાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં સાંસદ આદર્શ ગ્રામ યોજનાની જાહેરાત કરી હતી. આ ગામ તેમની કલ્પનાનું એક આદર્શ ગામ છે.

રહેવાસીઓની જાગરુકતાના લીધે અહીં વિદ્યાર્થિનીઓ ખુબ જ ખુશ છે. કારણ કે, તેઓ વધુ સારી શાળાઓ, સુરક્ષિત વાતાવરણ, સંવાદિતાનું વાતાવરણ અને સંઘર્ષમુક્ત સમાજનો આનંદ માણે છે. દીકરીઓના જન્મ પર ગામમાં વૃક્ષો વાવવામાં આવે છે. 40 વર્ષ પહેલા ગામમાં આશરે 5000 વૃક્ષો હતો. જેની સંખ્યા આજે વધીને 65000 થઈ ગઈ છે. વધુમાં મહિલાઓની સંખ્યા પુરુષોથી વધારે છે.
કચરામાંથી બનાવેલું ખાતર મફતમાં વેચે છે
ગામમાં સૂકા અને લીલા કચરાને અલગ કરીને ડમ્પિંગ સાઈટ પર લાવવામાં આવે છે. જ્યાં કચરામાથી ખાતર બનાવીને ખેડૂતોને મફતમાં વેચી દેવાય છે. તે સિવાય ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ગંદા પાણીને ચોખ્ખુ કરીને ખેતી અને મકાન નિર્માણમાં ઉપયોગમાં લેવાય છે. ગામની આસપાસ ઔદ્યોગિક વિકાસના લીધે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું સીએસઆર ફંડ પ્રાપ્ત થાય છે અને ગામના યુવાનોને રોજગાર પણ મળે છે. સરકારી બજેટ ફાળવણીના અસરકારક ઉપયોગને કારણે,ગામની તાસીર પૂરી રીતે બદલાઈ ગઈ છે.

દંડની જોગવાઈ છે, પરંતુ જરુર નથી પડતી
ગામમાં કોઈ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા નથી આવતા. તેઓ ન તો ધ્વજ, બેનરો, કે પોસ્ટર લગાવે છે, ન તો કોઈ ચૂંટણી રેલીઓ યોજવામાં આવે છે. સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નાગરિકોને ₹51 થી ₹251 સુધીનો દંડ લગાવવામાં આવે છે. જ્યારે વૃક્ષતો અને છોડને નુકસાન પહોચાડવા પર કે, તંત્ર મંત્ર જેવા કાર્યો કરવા બદલ રુ 501નો દંડ લગાવાય છે.
ગામની બહારના વિક્રેતાઓને પૂર્વ પરવાનગી વિના માલ વેચવા માટે પ્રવેશવાની મનાઈ છે. તમામ સામાજિક આયોજન દરમિયાન ફટાકડાનો ઉપયોગ, તેમજ સંગીત પ્રણાલી સાથે નાચવા અને ગાવા પર સખત પ્રતિબંધ છે. વધુમાં, પોતાના માતાપિતાની સંભાળ રાખવી જરુરી છે.
રાજકોટ જિલ્લામાં એક આદર્શ ગામ રાજ સમાઢિયાળાની સિદ્ધિઓનો શ્રેય જો કોઈને આપવામાં આવે તો તે ત્યાના ગ્રામજનોની સાથે ત્યાંના સરપંચ હરદેવસિંહને, નોકરી છોડીને તેમણે ગામમી સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે સેવા આપવા માટે પોતાની જમીન પણ દાનમાં આપી હતી.જ્યાં રાજ્ય અને જિલ્લા સ્તરના ટુર્નામેન્ટ આયોજિત થાય છે.
