Himmatnagar Accident: સાબરકાંઠામાં હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવેના સમારકામ દરમિયાન ટ્રક ટ્રેલરે બ્રિજ પર પડેલા રોડ રોલરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 શ્રમિકો અને એન્જિનિયરનું મોત થયું છે.
ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારતાં અકસ્માત
મળેલી માહિતી અનુસાર સાબરકાંઠા હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારી હતી. અકસ્માતમાં રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં 4 લોકોના મોત થયા છે. જેમાં 3 શ્રમિકો અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે.
હિંમતનગર-ચિલોડા હાઈવેની ખામીઓ દૂર કરવા NHAI દ્વારા હાઈવેના સમારકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારી હતી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
