Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શનિવારે રાત્રે એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેના લીધે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેમજ ઘટના સ્થળે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ યુવા ડોક્ટરનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
ડોક્ટરનો મૃતદેહ કારમાંથી મળ્યો
મળતી માહિતી મુજબ, હિમતનગરનાં સુંદરગઢ ગામ નજીક એક પાર્ક કરેલી કારમાં એક યુવાનનો મૃતદેહ સીટ પર પડેલો જોવા મળ્યો હતો. આથી સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સની જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ હિંમતનગર એ ડિવિઝનના પીઆઈ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પીએએમ માટે મૃતદેહ ખસેડ્યો
યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડીને વધુની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, યુવકની ઓળખાણ હિમતનગરની શ્રીજી સોસાયટી ખાતે રહેતાં ડો. હાર્દિક પંકજભાઈ રાવલ તરીકે થઈ છે. હાલ આ યુવકનો મૃતદેહ કારમાંથી સંદિગ્ધ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે કાર્યવાહી શરુ કરી
પોલીસને હાલ પીએમ રિપોર્ટની રાહ છે. જે બાદ યુવકના મોત અંગેનું સાચુ કારણ સ્પષ્ટ થશે. તેમજ યુવકની હત્યા કોણે કરી એ દિશામાં પોલીસ પુરાવાઓ એકઠા કરીને વધુ તપાસ શરુ કરી રહી છે.
