INS Malvan Warship:ભારતીય નૌસેનાનું નવું યુદ્ધજહાજ INS માલવન,સુરતના સ્ટીલ ઉત્પાદનનું મહત્વપૂર્ણ યોગદાન

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 08:10 PM (IST)Updated: Wed, 05 Aug 2026 08:10 PM (IST)
ins-malvan-warship-indian-navys-new-warship-ins-malvan-an-important-contribution-of-surats-steel-production

INS Malvan Warship: ભારતીય નૌસેનાનું સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ પામેલું અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (એએસડબ્લ્યુ-એસડબ્લ્યુસી) આઇએનએસ માલવન AM/NS ઇન્ડિયાના હજીરા સ્થિત પ્લાન્ટમાંથી સપ્લાય કરવામાં આવેલા 100% વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.આ સિદ્ધિ સુરત માટે ગૌરવની ક્ષણ બની છે અને ભારતની વ્યૂહાત્મક તથા સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં શહેરના મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

22 જુલાઈ 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલું આ યુદ્ધજહાજ હજીરા ખાતે વિકસાવવામાં આવેલી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ દર્શાવે છે કે સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતની વિકસી રહેલી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ અને સમુદ્રી સુરક્ષા ક્ષેત્રેની મહત્વકાંક્ષાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

આ સિદ્ધિ સાથે સુરતે દેશની વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ અપાવી છે, જેમાં હજીરા ખાતે ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના એક મહત્વપૂર્ણ યુદ્ધજહાજના નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજીરા પ્લાન્ટ સતત એ વાત સાબિત કરી રહ્યો છે કે સુરતમાં વિકસાવવામાં આવેલી વિશ્વકક્ષાની ઉત્પાદન ક્ષમતાઓ દેશ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મજબૂત આધાર પૂરો પાડી રહી છે.

ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવાથી લઈને નૌસેનાના અગ્રહરોળના યુદ્ધજહાજોને મજબૂત આધાર પૂરો પાડવા સુધી, હજીરા પ્લાન્ટ દેશના વિકાસ, વ્યૂહાત્મક હિતો અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપતા એક મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. આઇએનએસ માલવનના નિર્માણમાં આપવામાં આવેલા યોગદાનને કારણે ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને રાષ્ટ્રીય સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સહભાગીદારી તરીકેની સુરતની ભૂમિકા વધુ મજબૂત બની છે.

એએમ/એનએસ ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ રંજન ધારએ જણાવ્યું હતું કે,આઇએનએસ માલવનને ભારતીય નૌસેનામાં સામેલ કરવું એ એએમ/એનએસ ઇન્ડિયાના હજીરા પ્લાન્ટ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જ્યાં આ યુદ્ધજહાજ માટેના વિશિષ્ટ સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ હજીરા પ્લાન્ટ ખાતે વિકસાવવામાં આવેલી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ, ટેક્નિકલ કુશળતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે તેમજ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.