Sleeper Coach Bus Service: ઉકાઈ અને ભાવનગર વચ્ચે 2 નવી સ્લીપર કોચ બસ સર્વિસનો પ્રારંભ

Sleeper Coach Bus Service: સોનગઢ ડેપો દ્વારા ઉકાઈથી ભાવનગર અને ભાવનગરથી ઉકાઈ વચ્ચે 2 નવી સ્લીપર કોચ બસ શરુ કરવામાં આવી છે. રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે બન્ને બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 08:49 AM (IST)Updated: Mon, 23 Nov 2026 08:49 AM (IST)
launch-of-2-new-sleeper-coach-bus-services-between-ukai-and-bhavnagar
ઉકાઈ -ભાવનગર વચ્ચે સ્લીપર કોચ બસ શરુ

Sleeper Coach Bus Service: લોકોને સસ્તુ અને સલામતી યુક્ત પરિવહન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. એસટી વિભાગ દ્વારા સમયે સમયે લોકોની જરુરીયાતને ધ્યાનમાં રાખીને નવી બસો દોડાવવામાં આવે છે.

એસટી વિભાગે બે નવી સ્લીપર કોચ બસની સેવા શરુ કરી

ખાસ કરીને લાંબા રુટની બસો સરકારે મહત્વની કામગીરી કરી છે. વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત જેવા શહેરમાં રોજગારી માટે આવે છે. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત અને તાપી વિસ્તારમાં પણ ઘણા લોકો કામ અર્થે આવે છે. ત્યાંથી પોતાના વતન સૌરાષ્ટ્રમાં આવવા માટે લાંબી મુસાફરી કરવી પડે છે જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે બે નવી સ્લીપર કોચ બસની સેવા શરુ કરી છે.

લાંબી મુસાફરી કરતા લોકો માટ ઉપયોગી છે આ બસ

તાપી જિલ્લામાંથી સૌરાષ્ટ્રમાં પોતાના વતને આવવા માટે લાંબી મુસાફરી કરતા લોકોને થાક ઓછો લાગે અને આરામ કરતા કરતા પોતાના ઘરે પહોંચી જાય તે માટે નવી બસો શરુ કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરત વિભાગના સોનગઢ ડેપો દ્વારા ઉકાઈથી ભાવનગર અને ભાવનગરથી ઉકાઈ વચ્ચે 2 નવી સ્લીપર કોચ બસ શરુ કરવામાં આવી છે.

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે કરાવ્યો બસ સેવાનો પ્રારંભ

તમને જણાવી દઈએ કે આ બસ સેવાનો પ્રારંભ સોનગઢ ડેપોથી રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે કરાવ્યો હતો. તેમણે બન્ને બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, રાજ્ય સરકાર નાગરિકોને સુલભ અને સુરક્ષિત પરિવહન પૂરું પાડવા કટિબદ્ધ છે. આ ઉપરાંત તેમણે બસોમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો.

આ બસનો ઉપડવાનો સમય શું રહેશે

જો આપણે બસના સમય અંગે વાત કરીએ તો ઉકાઈથી ભાવનગર આવવા માટે દરરોજ સાંજે સવા છ વાગ્યે ઉપડશે અને ભાવનગરથી પરત ઉકાઈ જવા માટે દરરોજ રાત્રે સાડા આઠ વાગ્યે ઉપડશે.

નવી બસોથી લોકોની મુસાફરી આરામદાયક બનશે

નોંધનિય છે કે,દિવાળી વેકેશન સમયે સુરત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘરે આવતા હોય છે. હવે વેકેશન પુર થવા આવ્યું છે જેથી લોકો ફરી કામકાજ માટે કાર્યસ્થળે પરત ફરશે. તેથી આ બસોની સુવિધા તેમને ખુબ લાભદાયી થશે. આ ઉપરાંત હવે લગ્નની સિઝન પણ શરુ થઈ છે. તેથી આ સમયગાળામાં દરમિયાન લોકોને વધુ મુસાફરી કરવાનીથી હોવાથી આ બસ સેવા ખુબ ઉપયોગી થશે.