Surat News: સુરતના અમરોલી કોસાડ આવાસ ખાતે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, આ કોમ્બિંગમાં એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ જોડાયા હતા, પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરતના અમરોલી–કોસાડ આવાસમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ માટે અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને સ્ટાફની વિશેષ 6 ટીમો બનાવવામાં આવી હતી. વધુમાં ડીસીપી અને એસીપી કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ પણ કોમ્બિંગ જોડાયા હતા. કોમ્બિંગ દરમિયાન એમસીઆર, હિસ્ટ્રીશીટર, ટપોરી તત્વો, તથા માથાભારે શખ્સોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શકમંદ બાંગ્લાદેશી નાગરિકો વિષે પણ તપાસ કરવામાં આવી હતી.
ડીસીપી એલ.એ.ઝાલાએ જણાવ્યું હતું કે ઝોન-૫ વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે ઝોન-5ના તમામ અધિકારીઓ, કમર્ચારીઓને સાથે રાખીને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ દરમ્યાન ઝોન-૫ના ૧૦૦ થી વધુ અધિકારી/કર્મચારીઓએ જોડાયા હતા, કોમ્બિંગ દરમ્યાન કુલ 58 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ૮ હથીયારધારાના કેસો, ૧૫ પ્રોહીબીશનના કેસો આ ઉપરાંત ભૂતકાળમાં તડીપાર કરેલા ૫ ઈસમો મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
