Surat News Today Live: સુરતમાં એ.સી.બી.એ એક સનસનાટીભરી કાર્યવાહી કરતા સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા અને એક સ્થાનિક દૈનિક અખબારના પત્રકાર મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ સામે લાંચનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીના બાંધકામ પરની ડિમોલેશન કાર્યવાહી અટકાવવા માટે અધિકારી અને પત્રકારના મેળાપીપણામાં રૂ. 21 લાખની લાંચ માંગવામાં આવી હતી, જે અંતે રૂ. 15 લાખ પર નક્કી થઈ હતી. આ લાંચ પેટે 19 ફેબ્રુઆરીના રોજ રૂ. 4 લાખ સ્વીકારવામાં આવતા જ એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. જોકે, છટકા દરમિયાન આરોપી પત્રકાર રૂ. 4 લાખ રોકડા લઈને નાસી છૂટ્યા હતા અને કાર્યપાલક ઇજનેર સ્થળ પર હાજર મળ્યા નહોતા. એ.સી.બી.એ બંને આરોપીઓ વિરુદ્ધ હોદ્દાનો દુરુપયોગ અને ગુનાહિત ગેરવર્તણૂક બદલ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર બાબતે જાહેરાત કરી છે ત્યારે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે નિયમોમાં સેલ્ફ ડીકલેરેશન વરવધુના બદલે માતા-પિતા સેલ્ફ ડિકલેરેશન રજૂ કરે તેવી માગણી કરી આ ઉપરાંત આ વિધેયકમાં શિક્ષાત્મક અને દંડનાત્મન્ક કાર્યવાહી બાબતે પણ જોગવાઈની માગણી કરી છે.
આજે વહેલી સવારથી સુરત શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. હાલમાં લગ્નની સીઝન પૂરજોશમાં હોવાથી ખુલ્લા મેદાન અને પાર્ટી પ્લોટમાં આયોજિત પ્રસંગોમાં વરસાદ વિઘ્ન બન્યો હતો, જેના કારણે મંડપ અને સુશોભન પલળી જતાં આયોજકો અને પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ માવઠાને લીધે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરીજનોએ ફેબ્રુઆરી માસમાં જ ઠંડી, ગરમી અને વરસાદ એમ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે ગાયપગલાં સુધારણા જૂથ યોજના હેઠળ નવનિર્મિત ટાંકી ધરાશાયી થવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. બારડોલી સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન બહાર આવ્યું કે, ટાંકી બનાવવા માટે કોઈ સોઇલ ટેસ્ટ (જમીન પરીક્ષણ) કરવામાં આવ્યું નહોતું, પરંતુ મહેસાણાના કોઈ ગામના બોગસ રિપોર્ટનો ઉપયોગ કરી બાંધકામ કરી દેવાયું હતું. તપાસમાં એ પણ સાબિત થયું છે કે જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ પર ગયા નહોતા અને હરિયાળ ગામના નકશામાં માત્ર નામ બદલીને કામ શરૂ કરી ₹78 લાખ અને બાદમાં વલસાડની ટાંકીના ફોટા બતાવી અન્ય ₹28 લાખનું પેમેન્ટ મેળવી લેવાયું હતું. આ ઘટનામાં 8 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને સરકારી પક્ષે તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો છે.
સુરતના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને ડમી સીમકાર્ડ દ્વારા ગંભીર ધમકીઓ આપવાના મામલે સાયબર ક્રાઇમ સેલે વરિયાવી બજારના નામચીન બિલ્ડર મોહંમદ અશફાકની ધરપકડ કરી છે. આરોપીએ પકડાઈ જવાની બીકે મજૂરના નામે મેળવેલા ડમી કાર્ડનો ઉપયોગ કરી આ કારસ્તાન રચ્યું હતું, જેના કારણે ભયના માર્યા દીકરીને કેનેડાથી પરત બોલાવી લેવામાં આવી હતી. કે કેનેડામાં દીકરી પર થયેલા ત્રણ હુમલાઓ પાછળ પણ આ બિલ્ડરનો હાથ છે કે કેમ અને શું તેણે વિદેશમાં કોઈ ગુંડાઓને આ માટે સોપારી આપી હતી. પોલીસ અત્યારે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે.