UpdatedIST

LIVE BLOG

surat News Live: પત્નીના ત્રાસથી કંટાળી રિક્ષાચાલકે શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત શહેર અને જિલ્લામાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો…

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 23 Feb 2026 06:00 AM (IST)Updated: Mon 23 Feb 2026 06:00 AM (IST)
surat-breaking-news-today-live-updates-latest-news-today-in-gujarati-23-february-2026-lb-696888

surat News Today Live: સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા એક રિક્ષાચાલક યુવકે પત્નીના ત્રાસથી કંટાળી પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

23-Feb-2026, 06:00:00 AMયુવકનો અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ

સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા એક રિક્ષાચાલક યુવકે પત્નીના ત્રાસથી કંટાળી પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.