Surat Civil Polls 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે.
ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ જિલ્લાની 4 નગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થયું છે. બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી નગરપાલિકાની કુલ 116 બેઠકો પર કુલ 243 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે.
જેમાં બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની બેઠકો માટે શરૂઆતમાં 122 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 37ફોર્મ રદ્દ થયા અને 4 ઉમેદવારોએ નામ પરત ખેંચ્યા અને 2 બેઠક બિનહરીફ થતા હવે 79 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.
કડોદરા નગરપાલિકાના કુલ 7 વોર્ડ માટે 107 ફોર્મ ભરાયા હતા, જેમાં 36 ફોર્મ રદ્દ થયા અને 2 ફોર્મ પરત ખેંચાતા હવે 68 ઉમેદવારો મેદાનમાં છે.
માંડવી નગરપાલિકાના 6 વોર્ડની બેઠકો માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. 19 ફોર્મ રદ્દ અને 1 ફોર્મ પરત ખેંચ્યા અને 1 બેઠક બિનહરીફ થતા અંતે 48 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
તરસાડી નગરપાલિકાના 7 વોર્ડ માટે 78 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 31 ફોર્મ રદ્દ થતા હવે 47 ઉમેદવારો ચૂંટણી લડશે.
બારડોલી, માંડવી, કડોદરા અને તરસાડી સહિતની તમામ નગરપાલિકાઓમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
