Surat News: સુરતમાં દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવતા હોય છે.ત્યારે સુરતમાં આવા જ એક કીમિયાનો પર્દાફાશ થયો છે. સુરતમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બોલેરો પીકઅપમાં તરબૂચની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી વિદેશી દારૂ સહીત કુલ 8.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે દારુનો જથ્થો જપ્ત કર્યો
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પુણા કાંગારું સર્કલ પાસે બોલેરો પીકઅપ ગાડીમાં દારૂની હેરાફેરી કરતા આરોપી રાજુ ઉર્ફે લોહાર ઉર્ફે રાજુલાલ કાલુલાલ બલાઈ (ઉ.38)ને ઝડપી પાડ્યો હતો.પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાં તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું. તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ગાડીમાં ઉપર તરબૂચ અને તેની નીચે દારૂનો જથ્થો છુપાવેલો હતો. આમ તરબૂચની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાડીમાંથી 4.88.400 રુપિયાની કિમતનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.
આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી
પોલીસે હેરાફેરીમાં વપરાયેલ બોલેરો પીકઅપ કિંમત ₹3,50,000 અને મોબાઈલ ફોન મળી કુલ ₹8,48,400ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજુ ઉર્ફે લોહાર રાજુલાલ કાલુલાલ બલાઈ (ઉ.વ. 38, રહે. ઝાલાવાડ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપી અગાઉ વર્ષ 2021માં પણ ડી.સી.બી.પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
