સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 08:37 PM (IST)Updated: Fri 10 Apr 2026 08:37 PM (IST)
surendranagar-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725736

Surendranagar District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 4.09 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1બજાણા120571126623323
2ચુડા-૧118111056022371
3ચુડા-૨140741254726621
4ધાંધલપુર128531150924362
5ઢોકળવા146711296627637
6ગુજરવદી139081245526363
7ખારાઘોડા165341460531139
8ખોડુ116801046922149
9કોંઢ150941329628390
10લખતર156431392929572
11માલવણ144991284827347
12મેમકા136611251226173
13મોટીમોલડી155601381029370
14મુળી-૧166161515131767
15મુળી-૨153561385029206
16નાગડકા120791076522844
17પાણશીણા141861216326349
18રાજપરા140461213226178
19રાજસીતાપુર167851503831823
20રળોલ113271035421681
21રાણાગઢ121121065022762
22સરા149871339228379
23સવલાસ163471505631403
24સાયલા155141401329527
25સિયાણી152651302828293
26સૂદામડા10029894618975
27વણોદ148531380428657
28વસ્તડી148331357928412
29વીજળીયા172981553432832
30વિઠલગઢ170291508432113
31ઝીંઝુવાડા123221081823140
32ઝોબાળા118481020522053

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Surendranagar District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામઆમ આદમી પાર્ટી
1બજાણાચંદ્રિકાબેન ત્રિકમભાઈ સોલંકી
2ચુડા-૧સુરેશભાઈ પથાભાઈ લીંબડીયા
3ચુડા-૨રમણી મનીષાબેન
4ધાંધલપુરરંગપરા રાજાભાઈ
5ઢોકળવાકાજલબેન અજીતભાઈ ખોરાણી
6ગુજરવદીદીપીકાબેન દેવજી
7ખારાઘોડાદક્ષાબેન વાણીયા
8ખોડુજીલુબેન ભરતભાઈ
9કોંઢગીતાબેન ઝીંઝુવાડીયા
10લખતરસમતાબેન મુકેશ મકવાણા
11માલવણસંઘાણી નારાયણભાઈ
12મેમકાસોલંકી લીલાબેન રાકેશભાઈ
16નાગડકાવાટુકિયા હરેશભાઈ
17પાણશીણાવર્ષા બેન હેમુભાઈ
19રાજસીતાપુરભાનુબેન
20રળોલસાહુકિયા રંજનબેન
21રાણાગઢબાબલિયા ચાલીબેન નરોત્તમભાઈ
22સરામકવાણા અશોકભાઈ
23સવલાસસોઢા જીલુબા
24સાયલામનીષાબેન શંકરભાઈ કટોસણા
26સૂદામડાસરવૈયા મનસુખ ભાઈ
27વણોદપરમાર ઉમેશકુમાર
28વસ્તડીગોહિલ મનીષાબેન
29વીજળીયાસારદિયા વિજયભાઈ રમેશભાઈ
30વિઠલગઢબાવળિયા ગણેશભાઈ
31ઝીંઝુવાડાઝાલા અલકાબા
32ઝોબાળાધલવાણીયા ગોવિંદભાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026