Surendranagar: ધ્રાંગધ્રા પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી સફેદ માટી, પથ્થર અને રેતીનું ગેરકાયદેસર ખનન કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ગેરકાયદેસર ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફક્ત બે દિવસમાં ધ્રાંગધ્રા તાલુકા અને સિટી પોલીસ મથક વિસ્તારોમાં ખનિજ ભરેલા 5 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસે 5 ડમ્પર જપ્ત કર્યા
પોલીસની કાર્યવાહીમાં કોલસો ભરેલા 2 ડમ્પર, સફેદ માટી ભરેલા 2 ડમ્પર અમને રેતી ભરેલ ડમ્પરને જપ્ત કર્યા છે. તેમજ લાખોનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસના સપાટા બાદ ખનિજ માફયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. તેમજ ધ્રાંગધ્રા પોલીસની સફળ કામગીરીથી બેફામ ખનન પર અંકુશ ખેંચવામાં આવ્યું છે.
સાયલામાં ગેરકાયદેસર ખનન ઝડપાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનનની પ્રક્રિયા બેફામ પણે ચાલે છે. ત્યારે તાજેતરમાં જ સાયલા તાલુકાના સુદામડા ગામે ગેરકાયદેસર ખનન મામલે ખાણખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 5 ખાણેોમાં ખોદકામ બાબતે રુ. 595 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમજ 38 ડમ્પર અને 14 ખોદકામ મશીનો પણ જપ્ત કરાયા હતા.
