Surendranagar: ફૂડ વિભાગની સઘન કાર્યવાહી; લાઈસન્સ વિનાની પેઢીઓ સામે કાર્યવાહી કડક સૂચના, 45 સેમ્પલ લેવાયા

સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાઈસન્સ વગરની 12 મસાલા પેઢીઓ પર દરોડો પાડીને 45 શંકાસ્પદ નમૂનાઓને તપાસ માટે ભુજ લેબમાં મોકલ્યા છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 08 Apr 2026 04:11 PM (IST)Updated: Wed 08 Apr 2026 04:11 PM (IST)
surendranagar-news-food-and-drugs-department-raid-12-masala-shops-45-samples-seized-724023

Surendranagar News: સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ વિભાગે ત્વરિત કામગીરી કરતા લાયસન્સ વગરની કાર્યરત 12 મસાલા પેઢીઓ પર દરોડો પાડીને 45 શંકાસ્પદ નમૂનાઓ જપ્ત કરીને તપાસ માટે ભુજ લેબમાં મોકલી દેવાયા છે.

ફૂડ વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

ફૂડ ઇન્સ્પેક્ટર એસ.જે. પ્રજાપતિ અને પી.બી. સાવલીયાની ટીમ દ્વારા 80 ફૂટ રોડ, રિવરફ્રન્ટ રોડ પાસે આવેલી મસાલાની પેઢીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ઘણી પેઢીઓ એફએસએસએઆઈ લાઈસન્સ વિના જ વેપાર કરતી હોવાનું સામે આવ્યું છે. તેમજ ટીમ દ્વારા મરચા, હળદર, રાઈ, હીંગ અને જીરુ વિવિધ મસાલાઓના નમૂનાઓ લેવામાં આવેલા
હતા.

માર્ચમાં 38 સેમ્પલ લીધા

નોંધનીય છે કે, માર્ચ માસમાં કુલ 38 ખાણીપીણીના સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાં મઠ્ઠો, પનીર ટીકા અને વગેરે મસાલાનો સમાવેશ થયેલ છે. તો અગાઉ લેવાયેલા 10 નમૂનાઓના રિપોર્ટમાં એક સેવ ફરસાણનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતા તંત્રે વધુ તપાસ હાથ ધરી છે.

પેઢીઓને કડક સૂચના આપી

ફૂડ વિભાગની ટીમે સંબંધિત પેઢીઓને કડક સૂચના આપીને આગામી એક અઠવાડિયામાં પરવાનગી મેળવી લેવાની પ્રોસેસ પૂર્ણ કરે તેમજ સ્વચ્છતા જાળવા અંગે જણાવ્યું હતું. તો જો આ સૂચનોનું પાલન કરવામાં નહીં આવે તો જે તે પેઢીઓ સામે રીતસરની કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવામાં આવશે તેવું જણાવેલ છે.