Tapi Panchayat Elections 2026: ભાજપે તાપી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કર્યાં, નવા ચહેરાઓને તક આપી

નિઝર, ઉચ્છલ, વાલોડ, સોનગઢ, વ્યારા, કુકરમુંડા અને ડોલવણ જેવી મહત્વની તાલુકા પંચાયતોમાં ભાજપે મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Apr 2026 07:47 PM (IST)Updated: Fri 10 Apr 2026 07:47 PM (IST)
bjp-announces-candidates-for-tapi-panchayat-elections-2026-725676
HIGHLIGHTS
  • બાલપુર બેઠક પરથી રેખાબેન ચૌધરી અને તાડકુવા બેઠક પરથી દિલીપભાઈ ગામીતને ટિકિટ

Tapi Panchayat Elections 2026: આગામી પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાપી જિલ્લા માટે ઉમેદવારોના નામોની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા કર્યા બાદ આ નામો જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા તાપી જીલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે
આમલગુંડી: શ્રી દીપીકાબેન અમિતભાઈ ગામીત
બોરખડી: શ્રી ભાવિશાબેન કાશીરામભાઈ ચૌધરી
બુહારી: શ્રી ચંચળબેન દિનેશભાઈ ચૌધરી
વાલોડ: શ્રી અતુલભાઈ બળવંતરાય પટેલ
ઉચ્છલ: શ્રી રવીલાબેન નીલેશ ગામીત

તાલુકા પંચાયતોમાં પણ નવા ચહેરાઓને તક:
જીલ્લા પંચાયતની સાથે જ વિવિધ તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિઝર, ઉચ્છલ, વાલોડ, સોનગઢ, વ્યારા, કુકરમુંડા અને ડોલવણ જેવી મહત્વની તાલુકા પંચાયતોમાં ભાજપે પોતના મજબૂત ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.

નિઝર તાલુકા પંચાયત: ભીલજાંબોલી બેઠક પરથી બબીતાબેન વળવી અને નિઝર-1થી ગોવિંદભાઈ પાડવી ચૂંટણી લડશે.
વ્યારા તાલુકા પંચાયત: બાલપુર બેઠક પરથી રેખાબેન ચૌધરી અને તાડકુવા બેઠક પરથી દિલીપભાઈ ગામીતને ટિકિટ આપવામાં આવી છે.
સોનગઢ તાલુકા પંચાયત: આમલગુંડી બેઠક પરથી હેમાબેન વસાવા અને ચીમેર બેઠક પરથી દિનેશભાઈ ગામીત ઉમેદવારી નોંધાવશે.

ભાજપના આ નિર્ણયથી તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને તમામ ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે.