Tapi rainfall data: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જાણો જિલ્લામાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ કેટલાક દિવસ વિરામ બાદ ફરીથી મેઘરાજા અનેક વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો ડોલવણમાં 2 ઈંચ, વાલોડમાં 1.9 ઈંચ, વ્યારામાં 1.1 ઈંચ, સોનગઢમાં 1 ઈંચ, ઉચ્છલમાં 13 મીમી, નિર્જરમાં 12 મીમી અને કુકરમુંડામાં 12 મીમી વરસાદથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
