Vadodara News Today Live: વડોદરા શહેરના અટલાદરા બ્રિજ પરથી ગઇકાલે રાત્રિના સમયે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવવાની ઘટના સામે આવી છે. બ્રિજ પરથી નીચે પટકાતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ કેસમાં યુવકે મીડિયાને જણાવ્યું છેકે તે બ્રીજ પરથી નીચે કૂદ્યો ન હતો પરંતુ તેને ખેંચ આવી હતી અને મોજું સુંઘવા જતા તે નીચે પટકાયો હતો.

વડોદરા ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા આયોજિત બે દિવસીય રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. 'વિકસિત ગુજરાત @ ૨૦૪૭' થીમ પર આધારિત આ ઉત્સવમાં રાજ્યભરના ખૂણેખૂણેથી આવેલા 60 વિજેતા કલાકારો પોતાના શિક્ષકો સાથે ભાગ લઈ રહ્યા છે. ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન જેવી ચાર મુખ્ય સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થી કલાકારો તેમની પ્રતિભા પ્રદર્શિત કરશે. આવતીકાલે સમાપન સમારોહ યોજાશે.
વડોદરા શહેરના અટલાદરા બ્રિજ પરથી ગઇકાલે રાત્રિના સમયે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવવાની ઘટના સામે આવી છે. બ્રિજ પરથી નીચે પટકાતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ કેસમાં યુવકે મીડિયાને જણાવ્યું છેકે તે બ્રીજ પરથી નીચે કૂદ્યો ન હતો પરંતુ તેને ખેંચ આવી હતી અને મોજું સુંઘવા જતા તે નીચે પટકાયો હતો.
રાજ્યમાં સક્રિય થયેલી ત્રણ સિસ્ટમને કારણે વડોદરા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને કરજણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. ફેબ્રુઆરી માસમાં થયેલા આ માવઠાને લીધે લગ્નપ્રસંગોના આયોજનમાં અડચણ ઉભી થઈ છે અને ખેતીના ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. અચાનક વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો હતો.રાજ્યમાં સક્રિય થયેલી ત્રણ સિસ્ટમને કારણે વડોદરા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને કરજણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ફેબ્રુઆરી માસમાં થયેલા આ માવઠાને લીધે લગ્નપ્રસંગોના આયોજનમાં અડચણ ઉભી થઈ છે અને ખેતીના ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. અચાનક વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો હતો.
વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓ અને સારવારની ગુણવત્તા તપાસવા માટે 'નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર' (NABH)ની ટીમ શુક્રવારથી ત્રણ દિવસીય નિરીક્ષણ હાથ ધરશે. ખાનગી હોસ્પિટલ સમકક્ષ સારવાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તંત્રએ છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી છે, જેમાં ઈમરજન્સી વોર્ડમાં સુધારા અને દર્દીઓના અધિકારોના બોર્ડ લગાવવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. જો હોસ્પિટલ આ ચકાસણીમાં સફળ રહેશે તો તેને NABH સર્ટિફિકેટ મળશે, જેના પરિણામે PMJAY ફંડમાં 10% નો વધારો થશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે 500 મી.મી.ની ફીડર લાઇનના જોડાણની કામગીરીને પગલે 20 ફેબ્રુઆરી (શુક્રવાર) અને 21 ફેબ્રુઆરી (શનિવાર) દરમિયાન પાણી પુરવઠો ખોરવાશે. આ કામગીરીના કારણે લાલબાગ ટાંકી પર નિર્ભર નવાપુરા, બગીખાના, માંજલપુર, પોલો ગ્રાઉન્ડ અને પ્રતાપનગર જેવા વિસ્તારોના અંદાજે 50,000 લોકોને શુક્રવારે સાંજે અને શનિવારે સવારે મોડું, ઓછા દબાણથી અને મર્યાદિત સમય માટે પાણી મળશે, જેથી નાગરિકોને પાણીનો સંગ્રહ કરી સાવચેતી રાખવા જણાવાયું છે.