Vadodara News Today Live: અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ કરનાર ફરિયાદી મુસ્તાક અહમદ મોહમદ શેખ (ઉંમર 47)ની પોલીસે ધરપકડ કરી છે, જે હવે મુખ્ય આરોપી સાબિત થયો છે. નિવૃત્ત આર્મી જવાન મુસ્તાક વર્ષ 2024થી રેલવે પોલીસના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. તેણે પોતાના કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન મેળવવાના ઇરાદે આ ષડયંત્ર રચ્યું હતું. લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' મેળવીને તેણે રેલવે ટ્રેક પર મૂક્યા હતા અને બાદમાં પોતે જ પોલીસને જાણ કરી નાટક રચ્યું હતું, જેનો ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની તપાસમાં પર્દાફાશ થયો છે.

અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ કરનાર ફરિયાદી મુસ્તાક અહમદ મોહમદ શેખ (ઉંમર 47)ની પોલીસે ધરપકડ કરી છે, જે હવે મુખ્ય આરોપી સાબિત થયો છે. નિવૃત્ત આર્મી જવાન મુસ્તાક વર્ષ 2024થી રેલવે પોલીસના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. તેણે પોતાના કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન મેળવવાના ઇરાદે આ ષડયંત્ર રચ્યું હતું. લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' મેળવીને તેણે રેલવે ટ્રેક પર મૂક્યા હતા અને બાદમાં પોતે જ પોલીસને જાણ કરી નાટક રચ્યું હતું, જેનો ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની તપાસમાં પર્દાફાશ થયો છે.
વિશ્વામિત્રી નદીમાં મગરોના રહસ્યમય મૃત્યુનો સિલસિલો યથાવત છે. આજે નદીમાંથી વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવતા ચિંતા વ્યાપી છે. મગરના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.