UpdatedIST

LIVE BLOG

Vadodara News Live: અનગઢ ટ્રેક પર વિસ્ફોટક મામલે મોટો ખુલાસો: રેલવે પોલીસનો કોન્ટ્રાક્ટ લંબાવવા મુસ્તાકે રચ્યું ષડયંત્ર, પોલીસે ધરપકડ કરી

વડોદરા શહેર અને જિલ્લામાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો…

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 23 Feb 2026 06:00 AM (IST)Updated: Mon 23 Feb 2026 06:00 AM (IST)
vadodara-breaking-news-today-live-updates-latest-news-today-in-gujarati-23-february-2026-lb-696878

Vadodara News Today Live: ​અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ કરનાર ફરિયાદી મુસ્તાક અહમદ મોહમદ શેખ (ઉંમર 47)ની પોલીસે ધરપકડ કરી છે, જે હવે મુખ્ય આરોપી સાબિત થયો છે. નિવૃત્ત આર્મી જવાન મુસ્તાક વર્ષ 2024થી રેલવે પોલીસના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. તેણે પોતાના કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન મેળવવાના ઇરાદે આ ષડયંત્ર રચ્યું હતું. લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' મેળવીને તેણે રેલવે ટ્રેક પર મૂક્યા હતા અને બાદમાં પોતે જ પોલીસને જાણ કરી નાટક રચ્યું હતું, જેનો ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની તપાસમાં પર્દાફાશ થયો છે.

23-Feb-2026, 06:00:00 AMઅનગઢ ટ્રેક પર વિસ્ફોટક મામલે મોટો ખુલાસો

અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ કરનાર ફરિયાદી મુસ્તાક અહમદ મોહમદ શેખ (ઉંમર 47)ની પોલીસે ધરપકડ કરી છે, જે હવે મુખ્ય આરોપી સાબિત થયો છે. નિવૃત્ત આર્મી જવાન મુસ્તાક વર્ષ 2024થી રેલવે પોલીસના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. તેણે પોતાના કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન મેળવવાના ઇરાદે આ ષડયંત્ર રચ્યું હતું. લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' મેળવીને તેણે રેલવે ટ્રેક પર મૂક્યા હતા અને બાદમાં પોતે જ પોલીસને જાણ કરી નાટક રચ્યું હતું, જેનો ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની તપાસમાં પર્દાફાશ થયો છે.

23-Feb-2026, 06:00:00 AMવિશ્વામિત્રી નદીમાં વધુ એક મહાકાય મગરનો રહસ્યમય મૃતદેહ મળ્યો

વિશ્વામિત્રી નદીમાં મગરોના રહસ્યમય મૃત્યુનો સિલસિલો યથાવત છે. આજે નદીમાંથી વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવતા ચિંતા વ્યાપી છે. મગરના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.