UpdatedIST

અસામાજિક પ્રવૃતિઓ ડામવા વડોદરામાં 'કપલ બોક્સ' પર પ્રતિબંધ, મસાજ પાર્લર અને સ્પા સંચાલકો માટે પણ નવા નિયમો જારી

સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ પોતાના કર્મચારીઓની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. કૉફી શૉપ, કાફે, રેસ્ટોરન્ટમાં બધા લોકો સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા ઈન્સ્ટોલ કરવા પડ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 06:35 PM (IST)Updated: Sun 22 Feb 2026 06:35 PM (IST)
vadodara-police-bans-couple-boxes-in-cafes-and-hotels-strict-guidelines-issued-696718
HIGHLIGHTS
  • વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું 21 એપ્રિલ સુધી અમલી રહેશે
  • મકાન માલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી પડશે

Vadodara: વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને શહેરના કોફી શૉપ, હોટલ, કાફે અને રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ કપલ બોક્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોને પોતાના કર્મચારીઓની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટે સૂચના આપી છે.

વડોદરા શહેરનાં ઘણા વિસ્તારમાં કોફીશોપ, ફોટલો, કાફે રેસ્ટોરન્ટો વિગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃત્તિઓ રોકવાના માટે કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યાએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા તાત્કાલિક મનાઈ ફરમાવી છે.

નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું રોકવા માટે તેમજ અશ્લીલ કૃત્યો રોકવા માટે કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યા એ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સાથે જ કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા માટે અને ઉપરોક્ત તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા લગાડવાના માટે જણાવાયું છે.

વડોદરા શહેરમાં સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી
આવી જ રીતે વડોદરા શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગીક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર તથા અન્ય ગેરકાયદે કૃત્યો ને રોકવા માટે સ્પા/મસાજ પાર્લરની માહીતી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે. આથી સ્પા/મસાજ પાર્લરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત સંપુર્ણ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવા માટે જણાવાયું છે.

વડોદરા શહેરમાં મકાનમાલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી
રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી આંતકવાદી- અસામાજિક તત્વો જાહેર શાંતિ-સલામતિને જોખમમાં મૂકતા હોય છે.

જેને અનુલક્ષીને વડોદરા પોલીસ કમિશ્નરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ, ઔદ્યોગિક વિસ્તારોમાં મકાનો, દુકાનો, ઓફિસ અને એકમો ભાડે આપતાં માલિકો ઉપર વ્યાજબી નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જે મુજબ મકાન માલિકોએ ભાડુઆતની વિગતવાર વિગતો નિયત કરાયેલ ફોર્મમાં નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

પોલીસ કમિશનરનું આ જાહેરનામું વડોદરા શહેર વિસ્તારમાં આગામી 21 એપ્રિલ સુધી અમલમાં રહેશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તે શિક્ષાને પાત્ર ઠરશે તેમ જણાવવામાં આવ્યું છે.