Valsad Local Body Polls 2026: વલસાડ ભાજપનો ચૂંટણી શંખનાદ, જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર

વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ભત્રીજા પાર્થ પટેલને નાનકવાડા બેઠક પરથી ઉતારાયા, ધરમપુર તાલુકા પંચાયતમાં મહામંત્રી ગણેશ બિરારીની પત્નીને પણ ટિકિટ ફાળવવામાં આવી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Apr 2026 07:34 PM (IST)Updated: Fri 10 Apr 2026 07:35 PM (IST)
bjp-announces-candidates-list-for-valsad-local-body-polls-2026-725667
HIGHLIGHTS
  • વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો પર ઉમેદવાર જાહેર

Valsad Local Body Polls 2026: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા વલસાડ જિલ્લા માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં થયેલી ચર્ચાઓને અંતે આ નામો પર આખરી મહોર મારવામાં આવી છે.

વલસાડ જિલ્લા પંચાયતની વિવિધ 36 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય બેઠકો પર નજર નાંખીએ તો, વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ભત્રીજા પાર્થ પટેલને નાનકવાડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ સિવાય પૂર્વ મહામંત્રી જીતેશ પટેલના પત્ની હેતલને ભાગડાવાડા તાલુકા પંચાયતની સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમજ ધરમપુર તાલુકા પંચાયતમાં પણ હાલના મહામંત્રી ગણેશ બિરારીની પત્ની ઉર્મિલા બિરારીને પણ ટિકિટ ફાળવવામાં આવી છે.

ભાજપે માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર અને નાના પોંઢા જેવી તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઉમરગામ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે પણ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

આ યાદીમાં અનુભવી અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતા જ વલસાડ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને હવે પક્ષના કાર્યકરો જોરશોરથી પ્રચારમાં જોડાશે.