UpdatedIST

વલસાડના કપરાડામાં અકસ્માતઃ કુંભઘાટ પર ટ્રક પાછળ ઇકો ઘૂસી જતાં એકજ પરિવારના પાંચ સહિત સાતના મોત

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, આંબા જંગલ ગામનો પરિવાર ઇકો કારમાં કપરાડાથી નાનાપોંઢા જઇ રહ્યો હતો એ સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 20 Feb 2026 03:34 PM (IST)Updated: Fri 20 Feb 2026 08:52 PM (IST)
tragic-accident-in-kaprada-valsad-district-6-dead-2-injured-695705

Valsad Kaprada Accident: વલસાડ જિલ્લામાં કપરાડામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યાં હોવાના પ્રાથમિક અહેવાલ છે. કપરાડાના કુંભઘાટ પર ટ્રકની પાછળ ઇકો કાર ઘૂસી જતાં એકજ પરિવારના પાંચ સહિત સાત લોકોના મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, આંબા જંગલ ગામનો પરિવાર ઇકો કારમાં કપરાડાથી નાનાપોંઢા જઇ રહ્યો હતો. જે દરમિયાન અકસ્માત માટે કુખ્યાત કુંભઘાટ પર તેમની ઇકો કાર ટ્રક પાછળ ઘડાકાભેર અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.

ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યાં છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનુ સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક સાત થયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં મૃતકોની ઓળખ કપરાડાના આંબા જંગલ ગામમાં રહેતા વિનોદ રાઉત (31), ક્રિષ્ણ ગોગોડ (62), શીબુજામાંગી (34), ગણેશ મીશાળ (34), રમિલા માંગે (31), દક્ષા માંગે (31) અને નરેશ પવાર (34) તરીકે થઈ છે.

આ બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આંબા જંગલ ગામના એક જ પરિવારના સામૂહિક મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.