વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? સંપૂર્ણ માહિતી

ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 09 Apr 2026 08:23 PM (IST)Updated: Thu 09 Apr 2026 08:23 PM (IST)
valsad-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-724925

Valsad District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 4.95 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, વલસાડ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

વલસાડ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વલસાડ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Valsad District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1આંબાતલાટ117701190123671
2આસલોણા137341237026104
3અંભેટી130411254825589
4અટગામ145911490129492
5આવધા110341068721721
6બામટી136321408827720
7ચણવઇ116531162823281
8ડહેલી133401300526345
9ડુંગરી139461400127947
10ફણસા120481193423982
11હનમતમાળ128061218724993
12કકવાડી દાંતી154901502230512
13કપરાડા117851086222647
14ખતલવાડા123821218724569
15કોસંબા147411439229133
16માકડબન118301108322913
17માંડવા130641304526109
18મરોલી110001064021640
19મેઘવાળ138931277326666
20મોહનગામ142431364927892
21મોટાપોંઢા119971154223539
22નનકવાડા106251074521370
23નાનાપોંઢા136071386227469
24૫ારડી સાંઢપોર142031409328296
25પરીયા153341557830912
26૫ારનેરા100821010720189
27સંજાણ107581060621364
28સરીગામ10062890518967
29સિલ્ધા115201092922449
30સોળસુંબા8282754615828
31સુખેશ150431523330276
32તીસ્કરીતલાટ128341339826232
33ટુકવાડા125771253525112
34ઉમરસાડી135411386727408
35વડોલી116771054922226
36વાંકલ121801240024580

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026