Valsad Final Voter List: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 'કોઈ સાચો મતદાર રહી ન જાય' તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં SIR અગાઉ કુલ મતદારો 13,85,507 હતા જે પૈકી 11,59,110 મતદારોના તા.19/12/2025 ના રોજ ડ્રાફટ મતદારયાદીમાં આવેલ આ મતદારો પૈકી લોજીકલ ડિસ્ક્રીપન્સી/નો મેપિંગ અંતર્ગત 2,85,966 મતદારોને નોટીસ આપી સુનાવણી રાખવામાં આવી હતી.
જે પૈકી 11,273 મતદારો ગેરહાજર અથવા યોગ્ય પુરાવા રજૂ કરી ના શકવાના કારણે મતદારયાદીમાં નામ દાખલ કરવા ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે, જયારે ડ્રાફટ મતદાર યાદીના કુલ મતદારો પૈકી 11,47,837 મતદારોને આખરી મતદાર યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં SIR ની કામગીરીના હકક અને દાવા/વાંધા અરજીના સમયગાળા દરમિયાન ફોર્મ નં. 6 ના કુલ ફોર્મ 15047, ફોર્મ નં. 7 ના કુલ ફોર્મ 3602 તથા ફોર્મ નં. 8 ના કુલ ફોર્મ 10267 મળી કુલ ફોર્મ 28916 અરજીના સ્વીકારના સમયગાળા દરમિયાન મતદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે પૈકી ફોર્મ નં. 6 ના કુલ ફોર્મ 13648 સ્વીકાર કરી આખરી મતદારયાદીમાં સમાવવામાં આવ્યા છે. જયારે ફોર્મ નં. 7 ના કુલ ફોર્મ 528 નામો આખરી મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
આવી જ રીતે ફોર્મ નં. 6 ના કુલ ફોર્મ 1399, ફોર્મ નં. 7 ના કુલ ફોર્મ 3074 તથા ફોર્મ નં. 8 ના કુલ ફોર્મ 753 મળી કુલ ફોર્મ 5226 ફોર્મ પ્રોસેસ કરી અસ્વીકાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોર્મ નં. 7 ની સંખ્યા 13755 આવેલા જે યોગ્ય પુરાવાઓના અભાવે અને પૂરતી વિગતોના હોવાને કારણે પ્રાથમિક તબકકે અસ્વીકાર કરવામાં આવ્યા છે.
આમ વલસાડ જિલ્લામાં કુલ મતદારો પૈકી પુરૂષ મતદારોની કુલ સંખ્યા 5,91,131, સ્ત્રી મતદારોની કુલ સંખ્યા 5,72,662 તથા અન્ય મતદારોની કુલ સંખ્યા 15 મળી કુલ મતદારોની સંખ્યા 11,63, 808 થાય છે.
ડ્રાફટ મતદારયાદીની કુલ મતદારો 11,59,110 સંખ્યામાં 4698 મતદારોનો વધારો થઇ કુલ મતદારો 11,63,808 થયા છે. વધુમાં આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ તા.17/02/2026 (મંગળવાર) ના રોજ કરવામાં આવી છે.

