Valsad Rain: વલસાડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ, તીથલ દરિયા કિનારે અચાનક વરસાદ પડતાં ફરવા આવેલા લોકોમાં આનંદ

લોકો પરિવાર સાથે દરિયા કિનારે ફરવા અને ઉત્સવની મજા માણવા આવ્યા હતા, પરંતુ અચાનક પડેલા વરસાદે માહોલ બગાડી દીધો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 23 Oct 2025 11:30 AM (IST)Updated: Thu 23 Oct 2025 11:30 AM (IST)
valsad-rain-heavy-rain-with-gusty-winds-in-valsad-sudden-rain-on-tithal-beach-causes-stampede-among-people-who-came-for-a-walk-625493
HIGHLIGHTS
  • ઝડપી પવન અને વરસાદના કારણે દરિયા કિનારે આવેલા કેટલાક સ્ટોલના છતના પડદા ફાટી ગયા હતા.
  • વલસાડ, વાપી, ઉમરગામ અને ભિલાડ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

Valsad Rain News: વલસાડ જિલ્લામાં નવા વર્ષની ઉજવણીનો માહોલ વરસાદે ખરાબ કરી નાખ્યો હતો. બપોર સુધી આકાશ ચોખ્ખું હતું, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને તીથલ દરિયા કિનારે ફરવા આવેલા લોકો અચાનક વરસાદ શરૂ થતાં ગભરાઈ ગયા અને ભાગદોડ મચી ગઈ હતી. લોકો પરિવાર સાથે દરિયા કિનારે ફરવા અને ઉત્સવની મજા માણવા આવ્યા હતા, પરંતુ અચાનક પડેલા વરસાદે માહોલ બગાડી દીધો હતો.

ઝડપી પવન અને વરસાદના કારણે દરિયા કિનારે આવેલા કેટલાક સ્ટોલના છતના પડદા ફાટી ગયા હતા અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ, વાપી, ઉમરગામ અને ભિલાડ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ સાથે ફૂંકાયેલા પવનથી વીજ પુરવઠા પર પણ અસર થઈ હોવાનું જાણવા મળે છે.

હવામાન વિભાગે અગાઉથી જ વલસાડ જિલ્લામાં કમોસમી માવઠાની આગાહી કરી હતી અને તે આગાહી સાચી ઠરી હતી. અચાનક આવેલા આ વરસાદ અને પવનના કારણે નવા વર્ષની ઉજવણીનો આનંદ લોકો માટે ખોરવાઈ ગયો હતો. દરિયા કિનારે ફરવા આવેલા લોકો આશ્રય માટે દોડતા જોવા મળ્યા હતા, જ્યારે સ્થાનિક પ્રશાસન પણ સતર્ક બન્યું હતું.