વાપી મહાનગરપાલિકા ચૂંટણીઃ ભાજપે 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી; જુઓ કોને મળી ટિકિટ

વોર્ડ નં. 1 થી 13 સુધીના તમામ જ્ઞાતિગત સમીકરણો અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખીને ટિકિટ ફાળવવામાં આવી છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Apr 2026 07:13 PM (IST)Updated: Fri 10 Apr 2026 07:13 PM (IST)
vapi-municipal-elections-2026-bjp-announces-52-candidates-across-13-wards-725647
HIGHLIGHTS
  • ભાજપે વોર્ડ 3 અને 6માં બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી

Vapi Municipal Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાપી મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ આખરી યાદી તૈયાર કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, દરેક વોર્ડમાં ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 1 થી 13 સુધીના તમામ જ્ઞાતિગત સમીકરણો અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખીને ટિકિટ ફાળવવામાં આવી છે.

ખાસ વાત એ છે કે, ભાજપ દ્વારા વોર્ડ નંબર 3માં શમસુદ્દીન ચૌધરી અને વોર્ડ નંબર 6માં તસ્લીમ બાબુલ નામના બે મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.