UpdatedIST

Mahashivratri: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 15 Feb 2026 11:22 PM (IST)Updated: Sun 15 Feb 2026 11:22 PM (IST)
chief-minister-bhupendra-patel-first-visited-the-jyotirlinga-somnath-mahadev-on-the-auspicious-occasion-of-mahashivratri-692752

Mahashivratri: મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.

સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી

સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી.

મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં.

આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજયભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.