Lion Rescue Video:રાજ્યના ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં વન વિભાગની ટીમે એક પ્રશંસનીય કામગીરી હાથ ધરીને ખેતરના એક કુવામાં પડી ગયેલા સિંહ (Lion)ને સુરક્ષિત રીતે બહાર કાઢી જંગલમાં છોડી મુકવામાં સફળતા મેળવી છે. શિકારની શોધમાં સિંહ એક ખેતરમાં આવી ગયો હતો અને અહીં એક કૂવામાં પડી ગયો હતો.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. બચાવ ટીમ દ્વારા આ સિંહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghavi) એ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કામગીરીની પ્રશંસા કરી હતી.
A wild chase turned into a rescue mission in Gujarat.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2026
Near the forested stretch of Navabandar in Una taluka, a majestic lion, likely in search of prey, accidentally fell into an open farm well.
What followed was a race against time.
With swift coordination and remarkable… pic.twitter.com/Ssj7if76Hz
સિંહ કૂવામાં પડી ગયો હોવાની માહિતી વન વિભાગને આપવામાં આવી હતી. વહિવટીતંત્રએ ત્વરીત કામગીરી હાથ ધરી આશરે એક કલાકના ઓછા સમયમાં જ મહા મહેનતથી આ સિંહને કૂવામાંથી સંપૂર્ણ સુરક્ષિત રીતે બહાર કાઢી પાંજરામાં પૂર્યો હતો. આ સિંહના સ્વાસ્થની તપાસ કરવા અને કૂવામાં પડી ગયો ત્યારે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી તે તપાસ કરવા માટે અત્યારે તે તપાસ હેઠળ છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વન વિભાગના અધિકારીઓ સિંહને દોરડાથી બાંધીને કૂવામાંથી બહાર કાઢી રહ્યા છે અને સિંહ પણ જાણે બહાર નિકળવા પૂરો સહકાર આપતો હોય તેમ તેના પગના પંજાથી સતત ટેકો લઈ રહ્યો છે.આમ સિંહને છેવટે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવે છે.
