Gauri Vrat 2026 Quotes: ગૌરી વ્રતના શુભ અવસરે શેર કરો શ્રેષ્ઠ કોટ્સ, શુભેચ્છા સંદેશ અને પ્રેરણાદાયી વિચારો

Gauri Vrat 2026 Quotes in Gujarati: જો તમે ગૌરી વ્રત 2026 નિમિત્તે તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા માંગતા હોવ, તો અહીં અમે તમારા માટે ગુજરાતીમાં શ્રેષ્ઠ ગૌરી વ્રત કોટ્સ, પ્રેરણાદાયી વિચારો અને શુભેચ્છા સંદેશો લઈને આવ્યા છીએ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 24 Jul 2026 01:14 PM (IST)Updated: Fri, 24 Jul 2026 01:14 PM (IST)
gauri-vrat-2026-quotes-messages-status-images-to-share-in-gujarati

Gauri Vrat 2026 Quotes in Gujarati: ગૌરી વ્રતનો પવિત્ર તહેવાર ભક્તિ, શ્રદ્ધા અને શુભ સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે. આ ખાસ અવસર પર માતા ગૌરીના આશીર્વાદ સાથે સુખ, સમૃદ્ધિ અને મનગમતા જીવનસાથીની કામના કરવામાં આવે છે. જો તમે ગૌરી વ્રત 2026 નિમિત્તે તમારા પરિવાર, મિત્રો અને સખીઓને શુભેચ્છા પાઠવવા માંગતા હોવ, તો અહીં અમે તમારા માટે ગુજરાતીમાં શ્રેષ્ઠ ગૌરી વ્રત કોટ્સ, પ્રેરણાદાયી વિચારો અને શુભેચ્છા સંદેશો લઈને આવ્યા છીએ, જેને તમે WhatsApp, Facebook, Instagram અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરળતાથી શેર કરી શકો છો.

ગૌરી વ્રત 2026 શ્રેષ્ઠ કોટ્સ, શુભેચ્છા સંદેશ અને પ્રેરણાદાયી વિચારો | Gauri Vrat 2026 Quotes in Gujarati

મા ગૌરીની કૃપા તારા પર હંમેશા સદાય રહે.
ગૌરી વ્રત 2026 ના પવિત્ર અવસરે તારી બધી જ મનોકામના પૂર્ણ થાય.
હેપ્પી ગૌરી વ્રત વહાલી દીકરી!

બાળકીઓના આ પવિત્ર અળૂણા વ્રતમાં મા પાર્વતી સ્વયં આશીર્વાદ આપવા પધારે.
તમારું જીવન સદાય રોગમુક્ત અને આનંદમય રહે.
હેપ્પી ગૌરી વ્રત 2026!

ગૌરીમા ની પૂજા અને જાગરણથી તારું જીવન ધન્ય બની જાય.
તારી દરેક ઈચ્છા પૂરી કરવા મા પાર્વતી હંમેશા તારી સાથે રહે.
ગૌરી વ્રતની હાર્દિક શુભકામનાઓ.

બાળપણથી જ પ્રભુ ભક્તિમાં લાગેલું તારું મન કાયમ પવિત્ર અને નિર્દોષ રહે.
મા ગૌરી તારા જીવનના દરેક સંકટને દૂર કરે.
ગૌરી વ્રત 2026 ની શુભેચ્છાઓ!

મા ગૌરી તમારા જીવનને સંતોષ અને શાંતિથી ભરી દે.
આ પાંચ દિવસનું અળૂણા વ્રત તમારા માટે અત્યંત ફળદાયી રહે.
હેપ્પી ગૌરી વ્રત!

કન્યાઓ દ્વારા થતી મા ગૌરીની આ આરાધના તેમના જીવનને સંસ્કારથી સીંચે છે.
ગૌરી વ્રત 2026 નિમિત્તે દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ!

મીઠું છોડીને ઈશ્વરની ભક્તિમાં મન લગાવવું એ નાની ઉંમરે બહુ મોટું તપ છે.
વહાલી દીકરી, તારું આ તપ સફળ થાય.
ગૌરી વ્રત 2026 ની શુભેચ્છાઓ!

વ્રત અને તપની આ નાની ઉંમરે કરેલી શરૂઆત તારા જીવનને સંસ્કારી બનાવે.
મા પાર્વતી તારી રક્ષા કરે અને સાચો માર્ગ બતાવે.
ગૌરી વ્રતની હાર્દિક શુભકામનાઓ!

મીઠા વિનાનું ભોજન પણ મા ભવાનીની સાચી ભક્તિથી અમૃત બની જાય છે.
તારી આ ભક્તિનું ફળ મા ગૌરી તને જરૂર આપશે.
Happy Gauri Vrat 2026

મા ગૌરીના ચરણોમાં કરેલી તમારી દરેક બાળ-પ્રાર્થના ફળીભૂત થાય.
આ પવિત્ર વ્રત તમારા જીવનમાં અઢળક ખુશીઓ લાવે.
હેપ્પી ગૌરી વ્રત 2026!