Happy Jagannath Rath Yatra 2026 Quotes in Gujarati: આજે 16 જુલાઈ, 2026 ના રોજ અષાઢ સુદ બીજના પાવન અવસરે ઓડિશાના પુરીમાં વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવ્ય ઉત્સવમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ભવ્ય રથમાં બિરાજમાન થઈને માસીના ઘરે એટલે કે ગુન્ડીચા મંદિરે પધારે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ રથયાત્રાના માત્ર દર્શન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને રથ ખેંચવાનો લ્હાવો મળવાથી 100 યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પવિત્ર અને ભક્તિમય અવસરે તમે પણ તમારા મિત્રો, સગાસંબંધીઓ અને પરિવારજનોને અહીં આપેલા સુંદર શુભેચ્છા સંદેશ મોકલીને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવી શકો છો.
જગન્નાથ રથયાત્રા 2026 શુભેચ્છાઓ અને સુવિચારો ગુજરાતીમાં | Happy Jagannath Rath Yatra 2026 Quotes in Gujarati
પ્રભુની નગરચર્યા તમારા જીવનમાંથી તમામ નકારાત્મકતાને દૂર કરે.
રથયાત્રા 2026 ના આ પાવન ઉત્સવની આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ.
જય જગન્નાથ! Happy Rath Yatra 2026
રથયાત્રાનો પાવન દિવસ સૌ ભક્તોના હૃદયને પ્રભુ પ્રેમથી છલકાવી દે.
ભગવાન જગન્નાથ સૌને અખૂટ સંપત્તિ અને સ્વાસ્થ્ય આપે.
રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ
રથયાત્રાનો આ મહાઉત્સવ આપણા સૌના જીવનમાં નવો ઉજાસ અને ઉત્સાહ ભરી દે.
ભગવાન જગન્નાથની કૃપાથી આપના દરેક કાર્ય સિદ્ધ થાય.
રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ!
ભગવાન જગન્નાથની કૃપાથી આપનું જીવન હંમેશા પ્રફુલ્લિત અને નિરોગી રહે.
અષાઢી બીજ અને રથયાત્રાની પાવન શુભેચ્છાઓ.
જય જગન્નાથ! Happy Rath Yatra 2026
હે પ્રભુ જગન્નાથ, મારા તમામ સ્નેહીજનો પર તમારો કૃપાદ્રષ્ટિ સદાય બનાવી રાખજો.
આપ સૌને ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવભીની શુભેચ્છાઓ.
રથયાત્રા 2026 ની હાર્દિક મંગલકામનાઓ!
ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળેલા જગન્નાથ પ્રભુ સૌનું મંગળ કરે.
રથયાત્રા 2026 ના પવિત્ર તહેવારની હાર્દિક શુભેચ્છાઓ.
જય જગન્નાથ! Happy Rath Yatra 2026
પ્રભુના ચરણોમાં શ્રદ્ધા રાખીને જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરો.
ભગવાન જગન્નાથ આપને હંમેશા સાચો માર્ગ બતાવે.
Happy Rath Yatra 2026
મનને શુદ્ધ અને આત્માને પવિત્ર બનાવતો આ રથયાત્રા મહોત્સવ છે.
પ્રભુના ચરણોમાં તમારી શ્રદ્ધા અકબંધ રહે એવી પ્રાર્થના.
રથયાત્રા 2026 ની મંગલ કામનાઓ
જગતના પાલનહાર ભક્તોના દુઃખ હરવા સામે ચાલીને આવે છે.
રથયાત્રાનું આ પાવન પર્વ તમારા માટે અઢળક ખુશીઓ લાવે.
જય જગન્નાથ, જય રણછોડ! Happy Rath Yatra 2026
આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ તમારા ઘર આંગણે ખુશીઓ અને સમૃદ્ધિની ભેટ લઈને આવે.
વર્ષ 2026 ની રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ.
હેપ્પી રથયાત્રા!
