Independence Day Slogans in Gujarati 2026: ભારત 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ગર્વભેર ઉજવી રહ્યું છે. વર્ષ 1947માં બ્રિટિશ શાસનમાંથી મળેલી આઝાદીના આ ઐતિહાસિક પર્વે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં માત્ર હથિયારો જ નહીં, પરંતુ દેશભક્તિથી ભરપૂર પ્રેરણાદાયી નારાઓ અને સ્લોગને પણ લાખો લોકોને એકજૂથ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ખાસ અવસરે તમે પણ આઝાદીની લડાઈના ઐતિહાસિક નારાઓ તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરીને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી શકો છો.
સ્વતંત્રતા દિવસ માટે નારા અને સ્લોગન | Independence Day Slogans in Gujarati 2026
"દેશની પૂજા એ જ રામની પૂજા" - મદનલાલ ઢીંગરા
"કમજોર ક્યારેય માફ નથી કરતા, ક્ષમા કરવું બળવાન લોકોની વિશેષતા છે" - મહાત્મા ગાંધી
"મુશ્કેલ સમયમાં કાયર લોકો બહાના શોધે છે તો જ્યારે, બહાદુર લોકો રસ્તા શોધે છે." - સરદાર વલ્લભભાઈ પટેલ
"હું મારી ઝાંસી નહીં આપું" - રાણી લક્ષ્મીબાઈ
"ચલો દિલ્હી" - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
"સંપૂર્ણ ક્રાંતિ" - જય પ્રકાશ નારાયણ
"મારો ફિરંગીઓને" - મંગલ પાંડે
"જન ગણ મન" - રવિન્દ્રનાથ ટાગોર
"હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન" – ભારતેન્દુ હરિશ્ચંદ્ર
"તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ." - સુભાષ ચંદ્ર બોઝ
"વ્યક્તિઓને કચડીને તેઓ વિચારોને નથી મારી શકતા." - ભગતસિંહ
"જય હિન્દ" - સુભાષ ચંદ્ર બોઝ
"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ." - બાલ ગંગાધર તિલક
"વંદે માતરમ" - બંકિમ ચંદ્ર ચેટર્જી
"સત્યમેવ જયતે" - મદન મોહન માલવિયા
"સામ્રાજ્યવાદનો વિનાશ થાય" - ભગતસિંહ
"આરામ હરામ છે." - જવાહરલાલ નેહરુ
"કરો અથવા મરો." - મહાત્મા ગાંધી
"પ્રજાનો વિશ્વાસ, રાજ્યની નિર્ભયતાની નિશાની છે." - સરદાર વલ્લભભાઈ પટેલ
"વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા" - શ્યામ લાલ ગુપ્તા
"સાયમન કમિશન પાછા જાઓ" - લાલા લજપત રાય
"અંગ્રેજો ભારત છોડો"- મહાત્મા ગાંધી
"પૂર્ણ સ્વરાજ" - પંડિત જવાહરલાલ નેહરુ
"દેશ બચાવો-દેશ બનાવો" - પી.વી. નરસિંહ રાવ
"જય જવાન-જય કિસાન" - લાલ બહાદુર શાસ્ત્રી
"અવિશ્વાસ ભયનું પ્રમુખ કારણ હોય છે." - સરદાર વલ્લભભાઈ પટેલ
"સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા" - મોહમ્મદ ઇકબાલ
"ઇન્કલાબ ઝિંદાબાદ" - ભગતસિંહ
"તેઓ મને મારી શકે છે પરંતુ મારા વિચારોને નહીં, તેઓ મારા શરીરને કચડી શકે છે પરંતુ મારી આત્માને કચડી નાખવા તેઓ સક્ષમ નથી" - ભગતસિંહ
"ભાગ્યમાં નહીં તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો" - ડૉ. ભીમરાવ આંબેડકર
"દુશ્મનોની ગોળીઓનો આપણે સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ જ રહીશું" - ચંદ્ર શેખર આઝાદ
