Happy Guru Purnima 2026 Wishes in Gujarati: અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર ગુરુઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા. આ વર્ષે 29 જુલાઈ, 2026ના રોજ આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુરુ માત્ર જ્ઞાન આપનાર વ્યક્તિ જ નહીં પરંતુ જીવન અને ભાગ્ય બદલી નાખનાર દિવ્ય શક્તિ છે. આ શુભ અવસરે તમારા જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શકને ખાસ સંદેશાઓ મોકલીને તેમના આશીર્વાદ મેળવો અને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવો.
હેપ્પી ગુરુ પૂર્ણિમા 2026 શુભેચ્છાઓ અને શુભકામનાઓ (Happy Guru Purnima 2026 Wishes in Gujarati)
માતા-પિતાએ જન્મ આપ્યો, પણ જીવન કેવી રીતે જીવવું એ તમે શીખવ્યું છે.
તમારા ચરણોમાં મારા કોટિ કોટિ વંદન.
ગુરુ પૂર્ણિમા 2026 ની શુભકામનાઓ!
ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે, જે જીવનની દરેક મુશ્કેલીમાં સાચો રસ્તો બતાવે છે.
મારા માર્ગદર્શક બનવા બદલ આભાર.
Happy Guru Purnima 2026
મારા અસ્તિત્વને સાચો અર્થ અને ઉદ્દેશ્ય આપવા બદલ હું કાયમ તમારો ઋણી રહીશ.
ગુરુ પૂર્ણિમા 2026 ના પાવન દિને તમને મારા શત શત નમન.
ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ!
માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં, પણ વ્યવહારિક જીવનની સાચી સમજણ આપનાર ગુરુદેવને પ્રણામ.
ગુરુ પૂર્ણિમા 2026 ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
તમારો આશીર્વાદ મારી મૂડી છે.
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર.
તમને પરમેશ્વર સમાન માનીને આજના દિવસે કોટી કોટી વંદન કરું છું.
હેપ્પી ગુરુ પૂર્ણિમા 2026!
જિંદગીની દરેક પરીક્ષામાં પાસ થવાની સાચી રીત તમે મને શીખવી છે.
તમારા અમૂલ્ય માર્ગદર્શન માટે દિલથી આભાર.
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
તમારા વિચારો અને આદર્શો હંમેશા મને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે.
ગુરુ પૂર્ણિમા 2026 ના રૂડા અવસરે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Happy Guru Purnima 2026
અક્ષર જ્ઞાનથી લઈને જીવનના મૂલ્યો શીખવનાર મારા તમામ ગુરુજનોને પ્રણામ.
ગુરુ પૂર્ણિમા 2026 ના પાવન પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તમારું સ્વાસ્થ્ય સદાય સારું રહે.
તમારા જ્ઞાનરૂપી પ્રકાશથી મારું જીવન હંમેશા ઝળહળતું રહ્યું છે.
ઈશ્વર તમને સદાય સ્વસ્થ અને ખુશ રાખે.
ગુરુ પૂર્ણિમા 2026 ની હાર્દિક શુભકામનાઓ!
જેમના આશીર્વાદથી જિંદગીની દરેક મંઝિલ આસાન બની જાય છે, એવા મારા ગુરુદેવને પ્રણામ.
ગુરુ પૂર્ણિમા 2026 ની ભક્તિમય શુભેચ્છાઓ.
તમારી કૃપા કાયમ મારી પર રહે.
