Sheikh Hasina Family: 50 વર્ષ પહેલા પિતા, માતા અને ભાઈઓ સહિત પરિવારના 18 સભ્યોની હત્યા કરી દેવાઈ, જાણો શેખ હસીનાના પરિવાર વિશે

બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ માટે તેમને દોષિત જાહેર કર્યા છે.

By: Publish Date: Wed, 05 Aug 2026 03:24 PM (IST)Updated: Wed, 05 Aug 2026 03:24 PM (IST)
bangladesh-ex-pm-sheikh-hasina-family-tree-father-mother-brothers-assasinated-639765

Sheikh Hasina Family Tree: બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ માટે તેમને દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી છે. શેખ હસીનાના પરિવારના (Sheikh Hasina Family) 18 સભ્યોની 1975માં હત્યા કરી દેવાઈ હતી. જાણો તેમના પરિવાર વિશે.

પરિવારના સભ્યોની હત્યાનો ઇતિહાસ

ઇતિહાસ પર નજર કરીએ તો શેખ હસીનાના પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશના તખ્તાપલટ દરમિયાન શેખ હસીનાના આખા પરિવારની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં શેખ હસીનાના માતા, તેમના પિતા શેખ મુજીબુર રહેમાન અને ત્રણ ભાઈઓ સહિત 18 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

naidunia_image

શેખ હસીના તેમના પતિ અને બાળકો તે સમયે યુરોપના પ્રવાસે હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં પરિવારને ગુમાવ્યા પછી તેઓ થોડા દિવસ જર્મનીમાં રહ્યા. ત્યારબાદ ઇન્દિરા ગાંધી સરકારે તેમને ભારતમાં આશરો આપ્યો. હસીના પોતાની બહેન સાથે લગભગ 6 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યાં હતાં. બાંગ્લાદેશ પાછા ફર્યા પછી પણ હસીનાને બે વાર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોણ હતા શેખ હસીનાના પિતા

શેખ હસીનાએ ભાગ્યે જ કલ્પના કરી હશે કે જેના માટે તેમના પરિવારે પોતાનો જીવ આપ્યો હતો તે બાંગ્લાદેશ તેમનું દુશ્મન બનશે. શેખ હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન, બાંગ્લાદેશના સ્થાપક છે. શેખ મુજીબુર રહેમાન (બંગબંધુ) બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને દેશના બીજા વડાપ્રધાન હતા. તેમના પત્ની શેખ ફઝીલાતુન્નેસા મુજીબુર રહેમાન હતા. તેમને અને તેમના પરિવારને 1975 માં ફાંસી આપવામાં આવી હતી. તેમને પાંચ બાળકો હતા: શેખ હસીના, શેખ કમાલ, શેખ જમાલ, શેખ રેહાના અને સૌથી નાની, શેખ રસેલ.

naidunia_image

કહેવાય છે કે તેમના પરિવારની હત્યામાં કેટલાક જુનિયર લશ્કરી અધિકારીઓ સામેલ હતા. 15 ઓગસ્ટ 1975 ના રોજ લશ્કરી અધિકારીઓએ તેમના ઘરને ઘેરી લીધું અને ગોળીબાર કર્યો, જેમાં મુજીબુર રહેમાન, તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને 10 વર્ષના પુત્રનું મૃત્યુ થયું.

શેખ હસીનાના પરિવારમાં કોણ છે?

શેખ હસીનાના પરિવારમાં હવે માત્ર તેમના બાળકો અને તેમની નાની બહેન બચ્યા છે. તેઓ હસીનાની તાકાત છે. તેમના 53 વર્ષીય પુત્રનું નામ સાજીબ અહેમદ વાજેદ છે. શેખ હસીનાના પુત્ર સાજીબ અહેમદ અમેરિકામાં રહે છે. તેઓ માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકી (ICT) બાબતો પર બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર તરીકે કામગીરી કરતા હતા.

naidunia_image

શેખ હસીનાની પુત્રીનું નામ સાઇમા વાજેદ છે. તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) માટે દક્ષિણ પૂર્વ એશિયાઈ ક્ષેત્રોમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યાં છે. હસીનાની નાની બહેનનું નામ શેખ રેહાના સિદ્દીક છે, જેઓ બાંગ્લાદેશ અવામી લીગના નેતા છે.

શેખ હસીનાના પતિ કોણ છે

શેખ હસીનાએ 1967માં વાજીદ મિયા સાથે લગ્ન કર્યા હતા. તેઓ ફિઝિક્સમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર બંગાળી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા. ખરાબ સ્વાસ્થ્યને કારણે 2009માં સિંગાપોરમાં બાયપાસ ઓપરેશન પછી તેમનું મૃત્યુ થયું હતું.