UpdatedIST

Donald Trump Orders: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચોંકાવનારી જાહેરાત, અમેરિકા એલિયન્સ અને UFOsને લગતા રહસ્યો જાહેર કરશે

વર્ષોથી લોકો એલિયન્સ સંબંધિત ગુપ્ત સરકારી દસ્તાવેજોની માંગ કરી રહ્યા છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 20 Feb 2026 10:18 AM (IST)Updated: Fri 20 Feb 2026 10:47 AM (IST)
president-donald-trumps-shocking-announcement-america-will-reveal-secrets-related-to-aliens-and-ufos-695494

Donald Trump Shocking Announcement: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને આશ્ચર્યજનક જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ યુદ્ધ સચિવ અને અન્ય સંબંધિત વિભાગો અને એજન્સીઓને એલિયન્સ, બહારની દુનિયામાં જીવન, અપરિચીત ઉડ્ડાન ધરાવતી વસ્તુઓ(UAP)સંબંધિત સરકારી ફાઇલોની ઓળખ કરવામાં આવે અને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપશે.

બરાક ઓબામાએ શું કહ્યું?
ટ્રમ્પની આ ટિપ્પણી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં એલિયન્સ વિશે વાત કર્યા બાદ આવી છે. ઓબામાએ કહ્યું હતું કે તેઓ અસલી છે… પરંતુ મેં તેમને જોયા નથી અને તેમને એરિયા 51માં રાખવામાં આવ્યા નથી. ટ્રમ્પે ઓબામા પર માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેને એક મોટી ભૂલ પણ ગણાવી હતી. મને ખબર નથી કે તેઓ (એલિયન્સ) વાસ્તવિક છે કે નહીં પરંતુ તેમણે (બરાક ઓબામા) પર આરોપ મુક્યો હતો કે તેમણે માહિતી લીક કરી હતી, જે તેમણે ન કરવી જોઈતી હતી.

લોકો ગુપ્ત દસ્તાવેજોની માંગ કરી રહ્યા છે
દરમિયાન એ નોંધનીય છે કે વર્ષોથી લોકો એલિયન્સ સંબંધિત ગુપ્ત સરકારી દસ્તાવેજોની માંગ કરી રહ્યા છે, ખાસ કરીને એરિયા 51 અને જૂના પેન્ટાગોન રિપોર્ટ્સ સંબંધિત માહિતી. તાજેતરના વર્ષોમાં કોંગ્રેસે UAP પર સુનાવણી હાથ ધરી છે અને કેટલાક વીડિયો બહાર પાડવામાં આવ્યા છે.

એપ્સટિન ફાઇલો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ
આ બાબતે હાલમાં ઘણા સિદ્ધાંતો ઉભા થઈ રહ્યા છે. કેટલાક તો તેને એપ્સટિન ફાઇલો અને અન્ય વિવાદો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ પણ માની રહ્યા છે. ટ્રમ્પનું આ પગલું અમેરિકામાં પારદર્શિતાની તેમની નીતિનો ભાગ હોય તેવું લાગે છે, જે જોન એફ. કેનેડી હત્યા અને અન્ય ફાઇલો પર કાર્ય કર્યું છે. જો કે ઓબામા અને હવે ટ્રમ્પના નિવેદનોએ ચોક્કસપણે વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે.