UpdatedIST

Iran-America Conflict: વિશ્વમાં વધુ એક યુદ્ધનું તોળાતુ સંકટ: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 15 દિવસનું આપ્યું અલ્ટીમેટમ, તહેરાન-મોસ્કો વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ

USS અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત છે અને વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ USS જેરાલ્ડ આર ફોર્ડ પણ પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 20 Feb 2026 08:41 AM (IST)Updated: Fri 20 Feb 2026 08:41 AM (IST)
president-trump-gives-iran-a-15-day-ultimatum-tehran-moscow-begins-joint-military-exercises-695415

Iran-America Conflict: વિશ્વમાં એક નવો યુદ્ધ મોરચો ખુલે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાન અને રશિયાએ પોતાની સૈન્ય ભાગીદારીને દર્શાવતા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં સંયુક્ત રીતે યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણું સમજૂતી માટે ઈરાનને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

ઈરાન-રશિયા યુદ્ધાભ્યાસ
ઈરાનની સેના, IRGC અને રશિયન નૌકાદળે 'મેરીટાઇમ સિક્યુરિટી બેલ્ટ 2026' હેઠળ વ્યૂહાત્મક જળક્ષેત્ર કવાયતો હાથ ધરી છે. તેમાં બંધક બનાવવામાં આવેલા જહાજોને મુક્ત કરવા અને ચાંચિયાગીરી વિરોધી અભિયાન સંબંધિત અભ્યાસ કર્યો હતો, જેને વધતી જતી અમેરિકી લશ્કરી હાજરીના જવાબ તરીકે જોવામાં આવે છે.

ટ્રમ્પનું 15 દિવસનું અલ્ટીમેટમ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ સમજૂતી કરવા માટે મહત્તમ 10 થી 15 દિવસનો સમય છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ સમયમર્યાદામાં 'સાર્થક સમજૂતી' નહીં થાય તો પરિસ્થિતિ ઈરાન માટે "કમનસીબ" બની શકે છે અને અમેરિકા આગળનું પગલું લઈ શકે છે.

યુએસ યુદ્ધ જહાજોની ઉપસ્થિતિ
દબાણ વધારવા માટે અમેરિકા આ ક્ષેત્રમાં પોતાના દળો તૈનાત કર્યા છે. USS અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત છે અને વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ USS જેરાલ્ડ આર ફોર્ડ પણ પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યું છે.

રશિયાએ ચેતવણી આપી છે કે તે ઈરાન પર કોઈપણ હુમલો સહન કરશે નહીં, જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ બાહ્ય આક્રમણનો કડક જવાબ આપવાની જાહેરાત કરી છે.