Pakistan: પાકિસ્તાનને મળ્યું દલાલીનું ઈનામ; સાઉદી અરેબિયાએ 3 બિલિયન ડોલરની મદદની કરી જાહેરાત

પાકિસ્તાનને આખરે તેના રાજદ્વારી દલાલીનું ફળ મળી ગયું છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની લોન આપવા સંમતિ આપી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 15 Apr 2026 03:40 PM (IST)Updated: Wed 15 Apr 2026 03:40 PM (IST)
saudi-arabia-financial-support-to-pakistan-3-billion-dollar-aid-5-billion-dollar-deposit-extended-728467

Pakistan Financial Aid: દેવાના બોજ તળે દબાયેલા પાકિસ્તાનને આખરે તેના રાજદ્વારી દલાલીનું ફળ મળી ગયું છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની લોન આપવા સંમતિ આપી છે. આ પહેલા UAE એ શેહબાઝ શરીફની સરકારને હજારો કરોડ રૂપિયાના બાકી દેવા ચૂકવવા જણાવ્યું હતું.એવામાં સાઉદી અરેબિયા દ્વારા નાણાકીય સહાયની જાહેરાત પાકિસ્તાન માટે ઓક્સિજનથી ઓછું નથી.

સાઉદી અરેબિયા દ્વારા પાકિસ્તાને સહાય

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન પહેલેથી જ હજારો લાખો કરોડ રુપિયાના દેવા હેઠળ છે. શાહબાઝ શરીફ અને અસીમ મુનીરના દેશ પાકિસ્તાને IMF, વિશ્વ બેંક અને એશિયન વિકાસ બેંક સમક્ષ ભંડોળ માટે વારંવાર હાથ ફેલાવ્યા છે. જણાવી દઈએ કે, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તાજેતરમાં ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાના હેતુંથી અમેરિકા અને તહેરાનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જો કે, તે વાટાઘાટો કોઈ નક્કર પરિણામ આપ્યા વિના સમાપ્ત થઈ હતાી. હવે દેવાના બોજમાં ફસાયેલા પાકિસ્તાનને સાઉદી અરેબિયા તરફથી $3 બિલિયન (ભારતીય ચલણમાં ₹27,944 કરોડ) ની નાણાકીય સહાયની વાત કરી છે. આ સહાય એવા સમયે આવી પહોંચી છે.

પાકિસ્તાનને મળશે થોડો સમય રાહત

પરિણામે, તેના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ વધુ તીવ્ર બન્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે જણાવ્યું હતું કે, રિયાધ માત્ર $3 બિલિયનની નવી ડિપોઝિટ પૂરી પાડવા માટે સંમત થયું નથી. પરંતુ પહેલેથી જ 5 અરબ ડોલરની ડિપોઝિટના રોલઓવરને લાંબા સમય સુધી લંબાવ્યું છે.

સાઉદી નાણા મંત્રાલયના પ્રવક્તાએ પણ પુષ્ટિ આપી હતી કે, આ રકમ પાકિસ્તાનના ચુકવણી સંતુલનને મજબૂત બનાવવા માટે પૂરી પાડવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પાકિસ્તાન હાલમાં ગંભીર મોંઘવારીની ઝપેટમાં છે. સાઉદી અરેબિયાથી મળનારી લોન દેશને થોડા સમય સુધી કામચલાઉ રાહત આપી શકે છે.

વિદેશી હૂંડિયામણ ભંડારની ખરાબ પરિસ્થિતિ

હાલમાં, પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર આશરે $16.4 બિલિયનની આસપાસ છે. જેમાંથી UAE ને ચૂકવવાપાત્ર $3.5 બિલિયન ચુકવણી લગભગ 18 ટકા જેટલી છે. આ સંદર્ભમાં, સાઉદી સહાય પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથેના $7 બિલિયનના કાર્યક્રમ હેઠળ, પાકિસ્તાન જૂન સુધીમાં તેના વિદેશી હૂંડિયામણ ભંડારને $18 બિલિયનથી વધુ વધારવાનું લક્ષ્ય રાખે છે.

આ વિકાસ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના ગાઢ વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને દર્શાવે છે. ગયા વર્ષે, બંને રાષ્ટ્રોએ એક સંરક્ષણ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં એવી શરત મૂકવામાં આવી હતી કે, કોઈપણ દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે. સાઉદી નાણામંત્રી મોહમ્મદ અલ-જદાનની તાજેતરની પાકિસ્તાન મુલાકાતને પણ આ ચાલુ આર્થિક સહયોગના સંકેત તરીકે જોવામાં આવે છે.

પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકામાં

પાકિસ્તાનના નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ, આ સહાય દેશની બાહ્ય નાણાકીય જરુરિયાતોને પૂર્ણ કરવામાં મદદરુપ થશે અને વિદેશી હુંડિયામણને સ્થિર રાખવામાં મદદરુપ થશે. ઔરંગઝેબે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર દરેક વિકલ્પો પર વિચાર કરી રહી છે. જેમાં યુરોબોન્ડ્સ, લોન અને વાણિજ્યિક ધિરાણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયા પહેલા પણ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની મદદે આવ્યું છે. વર્ષ 2018માં રિયાદે 6 બિલિયન ડોલરનું પેકેજ પૂરું પાડ્યું હતું, જેમાં 3 બિલિયન ડોલરની રોકડ ડિપોઝિટ અને 3 બિલિયન ડોલરનો તેલ પુરવઠો શામેલ હતો. નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે.