Trump Cancels Iran Attack: ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ટ્રમ્પે મોટા હુમલાની ચેતવણી આપી હતી. પરંતુ હવે તેમણે મોટા પાયે લશ્કરી હુમલો ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ દ્વારા જણાવ્યું હતું કે, યુએસ હવે ઈરાન પર નવા હુમલા કરશે નહીં.
હકીકતમાં, યુએસ પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો હતો કે, યુએસ બીજા વિશ્વયુદ્ધ પછીથી અજોડ લશ્કરી શક્તિ અને તાકાત સાથે ઈરાન સામે કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે, ઈરાન અને અન્ય મધ્ય પૂર્વીય દેશોની વિનંતીઓને પગલે આ હુમલો અટકાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો
સંપૂર્ણ રીતે તૈયાર છે અમેરિકા
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, "યુએસ ઈરાન સામે કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છે, જેની પાસે બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય ન જોવા મળેલી લશ્કરી તાકાત અને ક્ષમતા છે. તેમ છતાં, ઈરાન અને મિડલ ઇસ્ટના અન્ય દેશો દ્વારા અમને કોઈપણ હુમલો અટકાવવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે, એક કરારની રુપરેખા પર સહમતિ બનેલી છે.
આમાં હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક, પૂરી રીતે ખોલવાનો અને ઇરાની પરમાણુ ખતરાને દુર કરવાનો સમાવેશ થશે.
આ રાષ્ટ્રોની વિનંતીઓના આધારે, મેં વિશ્વના ભવિષ્યના ફાયદા અને સાથે જ એક સફળ અને સમૃદ્ધ ઈરાનના અસ્તિત્લવ માટે હુમલો રદ કરવાનો નિર્ણય લીધો છે , જો ટૂંક સમયમાં કોઈ કરાર થઈ શકે.ઈઝરાયલ પણ આ બાબતે અમારી સાથે છે. દરેક લોકો આ કામમાં લાગીને આને પૂર્ણ કરો.
ટ્રમ્પે ચેતવણી આપી
ઉલ્લેખનીય છે કે અગાઉ, ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે, અમેરિકા ઈરાન પર ભારે જોર સાથે હુમલો કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તે સહન ન કરી શકે, ઈરાને પણ જવાબમાં ચેતવણી આપી કે, અમેરિકાને ટેકો આપતા દેશો પણ યુદ્ધની આગમાં ફસાઈ શકે છે.
